અંતરિક્ષનું સુપરપાવર બનશે ભારત, બનાવશે પોતાનું સ્પેસ સ્ટેશન

અંતરિક્ષનું સુપરપાવર બનશે ભારત, બનાવશે પોતાનું સ્પેસ સ્ટેશન

ઇસરો પ્રમુખ કે સીવને ગુરુવારે આ જાણકારી આપી

 • Share this:
  અંતરિક્ષમાં ભારતનું કદ ઝડપથી વધી રહ્યું છે. ઇસરો અંતરીક્ષમાં નવા-નવા કિર્તીમાન સ્થાપિત કરી રહ્યું છે. હવે ઇસરોની યોજના પોતાનું સ્પેસ સ્ટેશન સ્થાપિત કરવાની છે. ઇસરો પ્રમુખ કે સીવને ગુરુવારે આ જાણકારી આપી હતી. આ પ્રોજેક્ટ ગગનયાન મિશનનો જ વિસ્તાર હશે. સિવને કહ્યું હતું કે માનવ અંતરિક્ષ મિશનના લોન્ચ પછી ગગનયાન કાર્યક્રમને બનાવી રાખવો પડશે. આ જ કારણે ભારત પોતાનું સ્પેસ સ્ટેશન લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે.

  તમને જણાવી દઈએ કે ગગનયાન યોજના પ્રમાણે ભારત 2022માં અંતરિક્ષયાત્રીઓને સ્પેસમાં મોકલવાનું છે. ગત 15 ઓગસ્ટે પ્રધાનમંત્રી મોદીએ આ જાહેરાત કરી હતી. પ્રથમ વખત કોઈ ભારતીય અંતરિક્ષયાત્રી ભારતીય મિશન પ્રમાણે અંતરિક્ષમાં પગ રાખશે.

  સરકારે 1.43 અબજ ડોલરનું બજેટ રાખ્યું
  આ ભારતનું પ્રથમ માનવયુક્ત અંતરિક્ષ મિશન છે. ભારત સરકારે આ માટે અલગથી 1.43 અબજ ડોલરનું બજેટ રાખ્યું છે. આ મિશનમાં ત્રણ અંતરિક્ષ યાત્રીઓને સાત દિવસ માટે અંતરિક્ષમાં મોકલવામાં આવશે. માનવામાં આવે છે કે આ મિશનની લોન્ચિંગ 2020થી શરુ થઈ જશે. અંતરિક્ષમાં જનાર ક્રૂ મેમ્બર્સનું ફાઇનલ સિલેક્શન ઇસરો કરશે અને પછી વાયુ સેના તેને પ્રશિક્ષિત કરશે.

  આ પણ વાંચો - પશ્ચિમ બંગાળમાં તબીબોએ મમતા સામે બાયો ચડાવી, સ્વાસ્થ્ય સેવાઓ ઠપ

  જુલાઇમાં લોન્ચ થશે ચંદ્રયાન-2
  ઇસરોએ બુધવારે પોતાની મહત્વકાંક્ષા ચંદ્રયાન-2ના પ્રક્ષેપણ વિશે જાણકારી આપી હતી. ઇસરોના મતે ચંદ્રયાન-2 જુલાઈ 15ના રોજ બપોરે 2.51 કલાકે ચાંદ માટે ટેક ઓફ કરશે. પ્રથમ વખત તે સાઉથ પોલથી ચાંદની તસવીર લેશે.

  અંતરિક્ષમાં તાકાત વધારી રહ્યું છે ભારત
  હાલના ક્ષેત્રમાં ભારતે અંતરિક્ષમાં લાંબી ઉડાણ ભરી છે અને દુનિયાને પોતાની તાકાત બતાવી છે. ગત માર્ચમાં ભારતે અંતરિક્ષમાં લાઇવ સેટેલાઇટ તોડી પાડ્યો હતો. મિશન શક્તિની આ સફળતા પછી ભારત તે ખાસ દેશોમાં સામેલ થયો હતો, જેની પાસે મિસાઇલને અંતરિક્ષમાં તોડી પાડવાની ટેકનિક છે. અત્યાર સુધી આ ક્ષમતા અમેરિકા, રશિયા અને ચીન પાસે હતી.
  Published by:Ashish Goyal
  First published: