ચંદ્રયાન-2 મિશનના સફળ લોન્ચિંગ પછી ટીમને અભિનંદન પાઠવતા ઇસરોના ચેરમેન કે.સિવન ભાવુક થઈ ગયા હતા. તેમણે ચંદ્રયાનના સફળ પ્રક્ષેપણને વિજ્ઞાન અને ભારત માટે ઐતિહાસિક દિવસ ગણાવ્યો છે. લોન્ચિંગની સફળતા પછી ભાવુક ઇસરોના ચીફે ટીમની પ્રશંસા કરતા કહ્યું હતું કે તમે જે રીતે પોતાનો ઘર-પરિવાર છોડીને, પોતાના હિત-અહિતને નજર અંદાજ કરીને રાત-દિવસ એક કરી દીધો હતો તેના માટે હું તમને દિલથી સલામ કરું છું.
કે.સિવને કહ્યું હતું કે ચાંદ તરફ ભારતની ઐતિહાસિક યાત્રાની શરુઆત થઈ છે. અમે દર વખતની જેમ પોતાના મેનેજમેન્ટ તરફથી આપવામાં આવેલા કામને પુરા કરીશું. ચંદ્રયાન-2ના સફળ લોન્ચિંગથી આપણે તિરંગાને સન્માન આપ્યું છે.
ઇસરો ચીફે ટેકનિકલી ખામીને ફક્ત 5 દિવસમાં યોગ્ય કરી દેતા ટીમનો આભાર માન્યો હતો. તમને જણાવી દઈએ કે 15 જુલાઈએ ક્રાયોજેનિક એન્જીનમાં ખામીના કારણે લોન્ચિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. આ પછી નવી તારીખ 22 જુલાઈ નક્કી કરવામાં આવી હતી.
કે. સિવને કહ્યું હતું કે - ખબર નહીં કે ચંદ્રયાનમાં ટેકનિકલી ખામી કેવી રીતે આવી ગઈ, જોકે આટલા વિશાળ કાર્યને આટલું જલ્દી યોગ્ય કરી દેવાનું જે કામ કર્યું છે તે બદલ સલામ કરું છું. એન્જીનિયરો, ટેક્નિશિયનો, ટેકનિકલ સ્ટાફ સહિત બધાનો આભાર. જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે આપણું કામ ખતમ થયું નથી. ટીમે ચંદ્રયાન-2 મિશન ચાંદને દક્ષિણ ધ્રુવ તરફ લાવવાની મહેનત કરવી પડશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર