ભારતની કાર્યવાહીથી ડર્યું પાક., મસૂદ અઝહરને અન્ય સ્થળે ખસેડ્યો: સૂત્ર

News18 Gujarati
Updated: February 26, 2019, 3:10 PM IST
ભારતની કાર્યવાહીથી ડર્યું પાક., મસૂદ અઝહરને અન્ય સ્થળે ખસેડ્યો: સૂત્ર
જૈશ-એ-મોહમ્મદનો ફાઉન્ડર મસૂદ અઝહર (ફાઇલ ફોટો)

પાકિસ્તાને જૈશ-એ-મહોમ્મદનાં વડા મસૂદ અઝહરને રાવલપિંડી સ્થિત એક મિલીટ્રી હોસ્પિટલથી બહાવલપુર સ્થિત કોટઘનીની પાસે શિફ્ટ કર્યો છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: પાકિસ્તાને જૈશ-એ-મહોમ્મદનાં વડા મસૂદ અઝહરને રાવલપિંડી સ્થિત એક મિલીટ્રી હોસ્પિટલથી બહાવલપુર સ્થિત કોટઘનીની પાસે શિફ્ટ કર્યો છે. સમાચાર એજન્સી ANI પ્રમાણે સીમા પારનાં ઇન્ટેલીજન્સનાં સૂત્રોએ આ જાણકારી આપી છે.

આ પહેલા પણ 21 ફેબ્રુઆરીનાં રોજ સૂત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે પાકિસ્તાન સરકારે મસૂદ અઝહરને રાવલપિંડીમાં કોઇ સુરક્ષિત જગ્યાએ મોકલી દેવામાં આવ્યો છે. રાવલપિંડીંમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIનું હેડક્વાર્ટર પણ છે.

આ પણ વાંચો: સોશિયલ મીડિયામાં ધૂમ, હજી તો મિરાજથી જ હુમલો કર્યો છે, જો...

મહત્વનું છે કે પુલવામા હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. જેનો વડો મસૂદ અઝહર છે. તેને ભારત વિરોધી ગતિવિધીઓને કારણે ઓળખવામાં આવે છે. આ ભારતમાં મોસ્ટ વોન્ટેડ આતંકીઓમાનો એક છે.

આ પણ વાંચો: એર સ્ટ્રાઇક: શા માટે આ હુમલો 2016 કરતાં વધુ ઘાતક અને મોટો છે? જાણો 3 કારણ

મંગળવારની વહેલી સવારે પુલવામા હુમલા પછી ભારતીય વાયુસેનાએ સીમા પા છુપાઇને બેઠેલા આતંકીઓની સામે મોટી કાર્યવાહી કરી છે. ભારતીય વાયુસેના સાથે જોડાયેલ સૂત્રોએ જણાવ્યું કે વાયુસેનાનાં મિરાજ વિમાનોએ એલઓસી પર આતંકી કેમ્પ પર આશરે 1000 કિલોગ્રામનાં બોમ્બ વરસાવ્યાં છે. આ હુમલામાં આશરે 200-300 આતંકીઓ અને પાકિસ્તાની સેનાનાં પાંચ જવાનોની મોત થઇ છે. ભારતની આ કાર્યવાહી પછી દરેક ભારતીય ઇન્ડિયન એરફોર્સને સલામ કરી રહ્યાં છે. 
First published: February 26, 2019, 2:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading