ટ્રિપલ તલાકની ઝુંબેશ છેડનાર ઇશરત જહાં ભાજપમાં જોડાઈ

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: January 1, 2018, 12:10 PM IST
ટ્રિપલ તલાકની ઝુંબેશ છેડનાર ઇશરત જહાં ભાજપમાં જોડાઈ
ઇશરતના પતિએ 2014માં તેને ફોન પર ટ્રિપલ તલાક આપ્યા હતા

ઇશરત જહાંના પતિએ 2014માં દુબઇથી તેને ફોન પર ટ્રિપલ તલાક આપ્યા હતા, ઇશરત તેની સામે કોર્ટમાં ગઈ હતી.

  • Share this:
કોલકાતાઃ ટ્રિપલ તલાક મુદ્દે કોર્ટમાં પિટિશન દાખલ કરનાર મહિલાઓમાંની એક એવી ઇશરત જહાં ભાજપમાં જોડાઈ છે. પશ્ચિમ બંગાળ બીજેપીના સ્ટેટ યુનિટના જનરલ સેક્રેટરી સયંન્તન બાસુએ આ માહિતી આપી હતી.

બાસુએ જણાવ્યું હતું કે, રવિવારે અમારી હાવરા ખાતેની ઓફિસમાં ઇશરત બીજેપી સાથે જોડાઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાવરા બીજેપી યુનિટ દ્વારા રવિવારે ઇશરતનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

બાસુએ જણાવ્યું હતું કે, ઇશરતના સ્વાગત માટે રાજ્ય સ્તરના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. નોંધનીય છે કે ટ્રિપલ તલાક મુદ્દે કોર્ટમાં પિટિશન કરનાર પાંચ મહિલાઓમાં ઇશરત શામેલ હતી. તેના પતિએ 2014માં દુબઇથી તેને ફોન પર ટ્રિપલ તલાક આપ્યા હતા.

કોર્ટે ટ્રિપલ તલાક મુદ્દે થયેલી અરજીઓની સુનાવણી કરતા 22 ઓગસ્ટથી ટ્રિપલ તલાક પર રોક લગાવી દીધી હતી.
First published: January 1, 2018, 12:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading