કાર્તિક ચિદમ્બરમની ઓફિસમાં EDના દરોડા, 5 જગ્યા પર સર્ચ ઓપરેશન

News18 Gujarati
Updated: January 13, 2018, 10:32 AM IST
કાર્તિક ચિદમ્બરમની ઓફિસમાં EDના દરોડા, 5 જગ્યા પર સર્ચ ઓપરેશન
News18 Gujarati
Updated: January 13, 2018, 10:32 AM IST
આજે વહેલી સવારે EDની ટીમ દ્વારા પી.ચિદંબરમના પુત્ર કાર્તિક ચિદમ્બરમ દિલ્લી સ્થિત ઓફિસમા દરોડા પાડવામાં આવ્યા હતા. અને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. આ સાથે જ ચેન્નઈમાં INX મીડિયા મની લોન્ડ્રીગ કેસમાં પણ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.પ્રાથમિક તપાસ અનુસાર એરસેલ મેક્સિસ ડિલ મામલે અધિકારીઓએ દિલ્લી અને ચેન્નઈ સ્થિત 5 જગ્યા પર દરોડા પાડ્યા હતા. દિલ્લીમાં એક જગ્યા અને ચેન્નઈમાં 4 જગ્યા દરોડા પાડવામાં આવ્યા છે.

EDના 5 અધિકારીઓ સવારે સાડા સાત વાગ્યે જ ચિદમ્બરમના ઘરે પહોંચી ગયા હતા. જો કે ચિદમ્બરમ કે તેનો દિકરો કાર્તિક તેના ઘર પર હાજર ન હતા.

મહત્વનું છે કે પૂર્વ નાણાંમંત્રી પી.ચિદમ્બરમના પુત્ર કાર્તિક ચિદંબરમને 16 જાન્યુઆરીએ ED સમક્ષ હાજર રહેવા માટે નોટિસ આપવામાં આવી છે. EDએ આ સમન એરસેલ મેક્સિસ ડીલ મામલમાં મોકલવામાં આવી છે અને 16 જાન્યુઆરીએ તેને EDના મુખ્ય કાર્યલયમાં હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે. આ પહેલા 2G સ્પેક્ટ્રમ કૌભાંડ સાથે જોડાયેલા એરસેલ મેક્સિસ મામલમાં કાર્તિક ચિદંબરમના વકીલને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ફટકારનો સામનો કરવો પ઼ડ્યો હતો.ઉલ્લેખનિય છે કે EDએ ગયા વર્ષે એરસેલ મેક્સિસ મામલામાં કાર્તિક ચિદંબરમની 1.16 કરોડની સંપતિ જપ્ત કરી હતી.

આ પહેલા સપ્ટેમ્બર 2017માં ઇડીએ કાર્તિક ચિદમ્બરમની દિલ્લી અને ચેન્નઈમાં આવેલી સંપતિ જપ્ત કરી હતી. તો તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે એર મેક્સિસ કેસમાં FIPB અપ્રુવલ પૂર્વ નાણાંમંત્રી પી.ચિદમ્બરમ દ્વારા આપવામાં આવ્યુ હતું. સાથે જ એ પણ જાણવા મળ્યું હતું કે કાર્તિક અને પી.ચિદમ્બરમની ભત્રીજીની કંપની મેક્સિસ ગ્રુપથી 2 લાખ ડોલર મળ્યા હતા.
First published: January 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर