Home /News /india /

પાક સર્જિકલ સ્ટ્રાઇકનો સ્વિકાર કરત તો તેમના માટે શરમજનક વાત ગણાત - રિટા.લેફ્ટિનેન્ટ હુડ્ડા

પાક સર્જિકલ સ્ટ્રાઇકનો સ્વિકાર કરત તો તેમના માટે શરમજનક વાત ગણાત - રિટા.લેફ્ટિનેન્ટ હુડ્ડા

જમ્મુ-કાશ્મીરના ઉરીમાં 2016ના આતંકી હુમલા પછી કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકને બે વર્ષ થઈ ગયા

જમ્મુ-કાશ્મીરના ઉરીમાં 2016ના આતંકી હુમલા પછી કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકને બે વર્ષ થઈ ગયા છે. ભારતીય સેનાની આ કાર્યવાહીને તે સમયે લીડ કરી રહેલા લેફ્ટિનન્ટ જનરલ ડીએસ હુડ્ડાએ CNN- News18 સાથે વાતચીત કરી હતી

    જમ્મુ-કાશ્મીરના ઉરીમાં 2016ના આતંકી હુમલા પછી કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકને બે વર્ષ થઈ ગયા છે. ભારતીય સેનાની આ કાર્યવાહીને તે સમયે લીડ કરી રહેલા લેફ્ટિનન્ટ જનરલ ડીએસ હુડ્ડાએ CNN- News18 સાથે વાતચીત કરી હતી. હુડ્ડા તે સમયે નોર્દન કમાન્ડના હેડ પણ હતા. તેમણે જણાવ્યું હતું કે સર્જિકલ સ્ટ્રાઇકને એટલી ગોપનીય રાખવામાં આવી હતી કે તેની જાણકારી ફક્ત ચાલીસ લોકોને જ હતી. આટલું જ નહીં હેડ ક્વાર્ટરમાં સર્જિકલ સ્ટ્રાઇકના સમાચાર સાંભળી ઘણા બધા ચોકી ગયા હતા.

    CNN-News18ની પત્રકાર શ્રેયા ઢોંડિયાલ સાથે વાત કરતા હુડ્ડાએ કહ્યું હતું કે પાકિસ્તાન આ ઓપરેશનનો ક્યારેય સ્વિકાર કરશે નહીં કારણ કે તેમના માટે તેનો સ્વિકાર કરવો શરમજનક વાત ગણાય. હાલ સેનામાંથી સેવાનિવૃત્ત થયેલા હુડ્ડાએ સર્જિકલ સ્ટ્રાઇક વિશે મોટા ખુલાસા કર્યા છે.

    સર્જિકલ સ્ટ્રાઇક એક સાવધાનીપૂર્વક યોજનાબદ્ધ સૈન્ય અભિયાન હતું પણ કેટલીક બાબતો એવી છે જેને હજુ પણ લોકો જાણતા નથી. પહેલી વાત કે આ કેટલી ટોપ સિક્રેટ હતી? લૂપમાં કેટલા લોકો હતા?

    હુડ્ડા - ઘણા ઓછા. પ્રધાનમંત્રી કાર્યાલય, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, રક્ષા મંત્રી, સેનામાં પ્રમુખ અને ઉપ પ્રમુખ, મિલિટ્રી ઓપરેશન ડાયરેક્ટરેટ અને ડીજીએમઓ જ્યાંના ત્રણ ચાર અધિકારી જાણતા હતા. મારા હેડ ક્વાર્ટરમાં અમે કેટલાક અફસરો સુધી જ વાતને સીમિત રાખી હતી. કોઈપણ આખો પ્લાન જાણતા ન હતા.

    સેનામાં કહેવામાં આવે છે કે રેકી ક્યારેય બર્બાદ થતી નથી, શું કોઈ રેકી કરવામાં આવી હતી?

    હુડ્ડા - રસ્તાઓ વચ્ચે યોગ્ય જાણકારી માટે રેકી કરવામાં આવી હતી. ઓપરેશનના એક દિવસ પહેલા એક ગુપ્ત નિગરાનીને સામેલ કરવો પડ્યો હતો. તેણે આખો દિવસ લક્ષ્યને ભેગા કરવામાં પસાર કર્યો હતો.

    તમે કહ્યું કે એક ટાર્ગેટ એરિયામાં થોડીક ચિંતા હતી, તે શું હતી?

    હુડ્ડા - અમને કેટલીક જાણકારી મળી રહી હતી કે વધાર આતંકવાદી આવ્યા છે. આ વિસ્તારને ફરીથી મજબૂત કરવામાં આવી રહ્યો છે. અમને આ માહિતી સુત્રો પાસેથી મળી હતી. અમે નિશ્ચિત કર્યું કે મુખ્ય ટીમ અંદર આવ્યા પહેલા ટાર્ગેટને બધી જાણકારી રાખે. ટીમને સામેલ કરવી થોડુંક જોખમ ભર્યું હતું પણ આ જોખમ કામ આવ્યું હતું.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Ds hooda, Surgical strikes, પાકિસ્તાન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन