સીમા પર તહેનાત કરાયેલ મહિલાઓ સાથી જવાનો પર લગાવશે તાકઝાંકનો આરોપ: સેના પ્રમુખ

News18 Gujarati
Updated: December 15, 2018, 12:25 PM IST
સીમા પર તહેનાત કરાયેલ મહિલાઓ સાથી જવાનો પર લગાવશે તાકઝાંકનો આરોપ: સેના પ્રમુખ
આર્મી ચીફ બિપીન રાવત (ફાઇલ ફોટો)

, ત્યારે શું થશે જ્યારે જવાનોની વચ્ચે એક જ મહિલા હશે. તેણે પોતાની રોજની ક્રિયા બધા જવાનોની સામે જ કરવાની રહેશે

  • Share this:
(શ્રેયા ઢૌંડિયાલ, ન્યૂઝ18 હિન્દી)

સેના પ્રમુખ બિપીન રાવતનું કહેવું છે કે મહિલાઓ હજી સીમા પર યુદ્ધ માટે મોકલવા માટે તૈયાર નથી. તેનું કારણ જણાવતા તેમણે કહ્યું કે તેમની પર બાળકોની જવાબદારી હોય છે અને તેઓ ફ્રટલાઇનમાં કપડા ચેંજ કરવામાં અસહજતાનો અનુભવ કરશે. તે હંમેશા સાથી જવાનો પર તાંકઝાંક કરવાનો આરોપ લગાવશે.

જનરલ રાવતે ન્યૂઝ 18ની સાથે વિશેષ વાતચીતમાં કહ્યું છે કે, 'એક વખત તેમણે યુદ્ધની ભૂમિકામાં મહિલાઓને મોકલવા માટે તૈયાર હતા પરંતુ પછી લાગ્યું કે મહત્તમ જવાન ગ્રામીણ ક્ષેત્રોમાંથી આવે છે અને તે મહિલાઓ અધિકારીઓનાં ઓર્ડર સ્વીકારવામાં અસહજle અનુભવી શકે છે.'

સેના પ્રમુખે માતૃત્વ સમયે મળતી રજા અંગે કહ્યું કે, 'સેના કમાંડિંગ ઓફિસરને આટલી લાંબી રજા નથી આપી શકતા કારણ કે તેઓ છ મહિના સુધી પોતાનો વિસ્તાર છોડી શકતી નથી. તેમની રજાઓ પર વિવાદ થઇ શકે છે. '

સવાલ: મહિલાઓ ઘણી કાબેલ જવાન બને છે, પરંતુ સેના તેમને સ્વીકાર કેમ નથી કરતી.
જવાબ: આ મિથ્યા છે.સવાલ: મહિલાઓની સેનાના જવાનોમાં ગણતરી નથી થતી. શું યુદ્ધની ભૂમિકામાં કોઇ મહિલાઓ છે?
જવાબ: સેનામાં એન્જિનીયર તરીકે મહિલા અધિકારી છે. તેઓ ખનન અને કાર્યવાહીનું કામ કરે છે. વાયુ રક્ષામાં તેઓ સેનાના હથિયાર પ્રણાલીઓનો પ્રબંઘ કરે છે. અમે મહિલાઓને ફ્રંટલાઇનમાં નથી રાખી કારણ કે અત્યારે અમે કાશ્મીરમાં પ્રોક્સી વોરમાં વ્યસ્ત છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે જો કોઇ બટાલિયનની અધિકારી મહિલા છે. માની લો કે તમારે કોઇ ઓપરેશનમાં જવાનું છે. કંપની કમાંડરનું નેતૃત્વ કરવાનું છે. ઓપરેશનમાં તમારે આતંકીઓ સાથે લડવાનું હોય છે. આ દરમિયાન અથડામણમાં કમાન્ડર અધિકારી મરી જાય છે. મહિલા અધિકારી સાથે પણ આવી દુર્ધટના થઇ શકે છે તેની પણ મૃત્યુ થઇ શકે છે.

સવાલ: દરેક આ જોખમને તો સમજે જ છે પરંતુ મહિલાઓ પોતાની રીતે આમાં સંકળાવવા માંગે છે.
જવાબ: તેઓ સેનામાં જોડાઇ રહી છે. હું તમને એક ઉદાહરણ આપુ છું. એક મહિલા 7-8 વર્ષથી સેનામાં નોકરી કરે છે. એક ઘટનામાં તેનું મૃત્યું થયું. તેનું 2 વર્ષનું બાળક છે. તેના માત પિતા દિલ્હી કે ચંદીગઢમાં બાળકની સંભાળ લઇ રહ્યાં છે. હું તમને તે જ જણાવવા માંગુ છું કે શું આને માટે આપણે તૈયાર છીએ?

સવાલ: મહિલાઓની લડાઇનાં વિમાનો ઉડાવી રહી છે પરંતુ બખતરબંધ ટેન્ક નથી ઉડાવતી.
જવાબ: યુદ્ધમાં જ્યારે સૈનિકોનાં મૃતદેહો પરત ઘરે આવે છે ત્યારે ત્યાં મહિલાઓને જોવામાં આપણો દેશ હજી તૈયાર નથી.

બીજુ, ત્યારે શું થશે જ્યારે જવાનોની વચ્ચે એક જ મહિલા હશે. તેણે પોતાની રોજની ક્રિયા બધા જવાનોની સામે જ કરવાની રહેશે. તેને ઓપરેશન માટે પણ જવાનું હશે. પરંતુ આજે પણ અમારી પાસે આની સ્વીકૃતિ નથી. મહત્તમ જવાનો ગ્રામિણ ક્ષેત્રમાંથી આવે છે. તેમને આ સ્વીકારવામાં થોડો સમય લાગશે.
First published: December 15, 2018, 12:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading