ઇન્ટરપોલે ઝવેરી અને બેંક કૌંભાડી નિરવ મોદી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ઇશ્યુ કરી છે. નિરવ મોદી રૂ 13,000 કરોડના બેંક કૌભાડમાં ભાગેડુ છે. ભારતે થોડા સમય પહેલા જ યુરોપના ઘણા દેશોને લખ્યુ હતુ અને નિરવ મોદીની ભાળ આપવા માટે વિનંતી કરી હતી. જો કે, નિરવ મોદીએ એવો દાવો કર્યો હતો કે તેની પાસે ભારતીય સિવાય બીજા કોઇ દેશનો પાસપોર્ટ નથી.
ભારતે ઇગ્લેન્ડ, ફ્રાન્સ અને બેલ્જિયમ પાસે મદદ માગી હતી અને નિરવ મોદીને શોધી પાડવા માટે યાચના કરી હતી. ભારતના દૂતાવાસે ઘણા બધા દેશોની મદદ માગ હતી અને નિરવ મોદીની હિલચાલને રોકવા માટે વિનંતી કરી હતી. ઇન્ટરપોલે નિરવ મોદીનો ફોટો અને તેની વિગતો તેની વેબસાઇટ પર મૂકી છે.
એક માહિતી પ્રમાણે, નિરવ મોદીનો પાસપોર્ટ ભારતે રદ કર્યો હોવા છતા તે ઘણા બધા દેશોમાં પ્રવાસ કરતો હતો. મુંબઇની વિશેષ અદાલતે તપાસ કરતી એજન્સીઓને નિરવ મોદીના પ્રત્યાર્પણની પ્રક્રિયા માટે આગળ વધવા માટે મંજૂરી આપી હતી.
નિરવ મોદી અને તેના કાકા મેહુલ ચોક્સી પંજાબ નેશનલ બેંકના રૂ 13,400 કરોડનાં કૌંભાડના મૂખ્ય સુત્રધાર છે. આ કાકા-ભત્રીજા પર અડધો દઝનથી વધારે કેસો બેંક કૌભાડના કેસો નોંધાયા છે. આ બંને કૌંભાડીઓ આ વર્ષના જાન્યુઆરી મહિનામાં જ દેશ છોડીને ભાગી જવામાં સફળ રહ્યા હતા. તેઓ ભાગી ગયા પછી પંજાબ નેશનલ બેંકનું કૌભાડ બહાર આવ્યું.
બેંક કૌંભાડોને કારણે બેંકોની હાલત ખરાબ થઇ ગઇ છે. નરેન્દ્ર મોદીની સરકારની છબિ પણ ખરડાઇ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર