કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોની સારથી બનેલી બસની રસપ્રદ છે કહાની

 • Share this:
  કર્ણાટકમાં ચાલી રહેલી ધમાલમાં એક પણ ધારાસભ્ય અહીંથી ત્યાં જશે તો આખી તસવીર બદલાઇ જશે. આવી સ્થિતિમાં રાજનૈતિક પાર્ટીઓ કોઇ રિસ્ક લેવા નથી માંગતી. કોંગ્રેસ-જેડીએસ ધારાસભ્યોને સુરક્ષિત જગ્યા સુધી પહોંચાડનારી બસની વાત વર્ષો પહેલાની છે. કોંગ્રેસે પોતાના ધારાસભ્યોના ટ્રાન્સપોર્ટ માટે પોતાના વફાદાર ટ્રાન્સપોર્ટર ડીપી શર્મા બસ સર્વિસીઝ પર વિશ્વાસ મુક્યો છે. કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્ય આજકલ ટ્રાન્સપોર્ટેશન માટે માત્ર બસોનો જ ઉપયોગ કરે છે.

  રાજસ્થાનથી નીકળી ધનરાજ શર્મા 1980થી દક્ષિણની રાજનીતિમાં એક્ટિવ હતા ત્યારે તેમનો રિયલ સ્ટેટ વેપાર શરૂ જ થયો હતો. પોતાના વેપારની સાથે-સાથે શર્મા રાજનીતિમાં પણ પોતાનો હાથ અજમાવી રહ્યાં છે. શર્માએ 1998માં કોંગ્રેસ ટિકિટ પર સાઉથ બેંગ્લોરની લોકસભા સીટથી ચૂંટણી લડ્યા હતાં. પરંતુ યુનિયન અફેર મિનિસ્ટર અનંત કુમાર સામે લગભગ દોઠ લાખ વોટથી હારી ગયા હતાં. શર્મા પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ, રાજીવ ગાંધી અને ઇન્દિરા ગાંધીના નજીકના પણ ગણાવામાં આવે છે. ધનરાજ પરાસમલ શર્માનું 2001માં નિધન થઇ ગયું હતું.

  શર્મા ટ્રાન્સપોર્ટસ દક્ષિણ ભારતના મહત્તમ શહેરોમાં બસ અને કાર્ગો સર્વિસિઝ ચલાવે છે. કોંગ્રેસના વિધાયકોને બચાવનારી શર્મા ટ્રાન્સપોર્ટ કંપની હવે ધનરાજ શર્માના દીકરા સુનીલ કુમાર શર્મા ચલાવે છે. આ બસ સર્વિસિઝ બેંગ્લોરથી મુંબઇ, પુણે, અમદાવાદ, ચેન્નાઇ, હૈદરાબાદ, ગોવામાં સર્વિસ આપે છે.

  જો કે બીજેપી કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં 104 સીટોની સાથે સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે પરંતુ તો પણ જોઇતો જાદુઇ આંકડો બીજેપી પાસે ન હતો. બીજી તરફ કોંગ્રેસ અને જેડીએસને મળીને 116 સીટોનો આંકડો મેળવી લીધો છે. હવે જો આવી સ્થિતિમાં બધો જ આધાર ધારાસભ્યો પર રહેલો છે જો તેઓ કોઇપણ તૂટી જાય તો મુશ્કેલી પડી શકે છે.
  Published by:Kaushal Pancholi
  First published: