હવે ઘર પર વીમા-સેવા મળતી થઈ જશેઃ ઓરિયેન્ટલ ઇન્શ્યોરન્સના ડાયરેક્ટર બલવંત સિંહ

News18 Gujarati
Updated: July 6, 2018, 6:30 PM IST
હવે ઘર પર વીમા-સેવા મળતી થઈ જશેઃ ઓરિયેન્ટલ ઇન્શ્યોરન્સના ડાયરેક્ટર બલવંત સિંહ
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
એક અંગ્રેજી મેગેઝિન દ્વારા આયોજિત મેક ઇન ઇન્ડિયા અવૉર્ડઝમાં ઓરિયેન્ટલ ઇન્શ્યોરન્સ કંપનીના ડાયરેક્ટર બલવંત સિંહે બદલાયેલી પરિસ્થિતિમાં ઇન્શ્યોરન્સની ભૂમિકા પર વાત કરી હતી. તેમણે આ દરમિયાન જણાવ્યું હતું કે જે ઝડપથી ટેકનોલૉજી આધુનિક બની રહી છે એટલી ઝડપથી ઇન્શ્યોરન્સ ઉદ્યોગ સામે પડકારો વધી રહ્યા છે. ફક્ત પારંપરિક વીમા પોલિસી જ નહિ, પણ ઇન્શ્યોરન્સની નવી નવી પ્રોડક્ટ પણ તૈયાર થઈ રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે પહેલાં ઇન્શ્યોરન્સ ઉદ્યોગમાં મોટા ભાગના લોકો વાહન-વીમો અને પ્રોપર્ટી-વીમાને આવરી લેવા માટે આવતા હતા, પરંતુ ટેક્નોલૉજીના વિકાસની સાથે એમાં ફેરફાર થઈ રહ્યો છે અને ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ્સની સંખ્યામાં વધારો થતો ગયો છે. સરકારી યોજનાઓએ પણ એમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

ઓરિયન્ટલ ઇન્શ્યોરન્સ કંપનીના ડાયરેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે આઇટી ઇન્ડસ્ટ્રી અને અન્ય તરફથી નવી ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સની માગ સામે આવી છે. આમાં સાઇબર લાયેબિલિટી ઇન્સ્યોરન્સ સહિત અન્ય પ્રોડક્ટ્સનો પણ સમાવેશ થાય છે.

ડિજિટલ ઇન્ડિયાથી વધી રહેલા વીમાના ગ્રાહકો

બલવંત સિંહે જણાવ્યું હતું કે ડિજિટલ ઇન્ડિયાના આધારે હવે દેશનો ગ્રામ્ય ભાગ ડિજિટલ બની રહ્યો છે. એને કારણે ઇન્શ્યોરન્સ કંપનીઓને ટીઅર-2 અને અન્ય નાનાં શહેરોમાં એમને પોતાનાં કેન્દ્ર ખોલવાની મદદ મળી રહી છે. આને કારણે ઇન્શ્યોરન્સ કંપનીઓના ગ્રાહકોમાં વધારો થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે ઇન્શ્યોરન્સ ઉદ્યોગ હવે ટેક્નોલૉજીના ઉપયોગ પર વધુ ધ્યાન આપી રહ્યો છે.

ઇન્શ્યોરન્સની હોમ ડિલિવરીતેમણે કહ્યું હતું કે આવનારી પેઢી વીમો લેવા કોઈ કંપનીની ઑફિસે નહીં જાય. તે ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ હોમ ડિલિવરીથી લેશે. આ હિસાબથી ઇન્શ્યોરન્સ કંપનીઓ પણ પોતાની રીતે એની તૈયારી કરી રહી છે.

આવશ્યકના હિસાબે મળશે ઇન્શ્યોરન્સ

તેમણે જણાવ્યું હતું કે હવે ઇન્શ્યોરન્સ કંપનીઓએ વ્યાપાર અને લોકોની જરૂરિયાત મુજબ વીમા પોલિસી આપી રહી છે. આ કારણે કંપનીઓ માટે પોતાનો વ્યવસાય સલામત રીતે ચલાવવો ખૂબ સરળ થઈ જશે.
First published: July 6, 2018, 6:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading