Inside Story: આ કારણે 'જનતાની અદાલત'માં પહોંચ્યા કોર્ટના આ 4 જજ

News18 Gujarati
Updated: January 13, 2018, 10:30 AM IST
Inside Story: આ કારણે 'જનતાની અદાલત'માં પહોંચ્યા કોર્ટના આ 4 જજ
News18 Gujarati
Updated: January 13, 2018, 10:30 AM IST
સુપ્રીમ કોર્ટેએ શુક્રવારે દેશને અચંબિત કરી દીધો. આવી ઘટનાની કોઈએ કલ્પના પણ કરી નહીં હોય. દેશના ઈતિહાસમાં આવુ પહેલીવાર બન્યું છે.

દરરોજની જેમ મંગળવારે સુપ્રીમ કોર્ટની કાર્યવાહી સવારે 10.00 કલાકે શરૂ થઈ. જજ,વકીલ પોતપોતાના કામોમાં લાગી ગયા હતાં. કેટલાક કેસોની સુનાવણી પણ થવાની હતી જેને કવર કરવા મીડિયા પણ પહોંચી ગઈ હતી. આ બધા વચ્ચે સુપ્રીમ કોર્ટના ચાર જજોને મીડિયાની સામે આવવા મજબૂર થઈ ગયા હતાં.

જસ્ટિસ જે ચેલામેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાને મળ્યા. આની પાછળનું કારણ હતું શોહરાબુદ્દીન શેખ એનકાઉન્ટર મામલાની સુનાવણી કરી રહ્યાં સ્પેશિયલ સીબીઆઈ જજ બીએચ લોયાની મૃત્યુ. જસ્ટિસ લોયાના મોતની તપાસની પીઆઈએલ પર જસ્ટિસ અરૂણ મિશ્રા સુનાવણી કરી રહ્યાં છે.

જણાવી દઈએ કે જસ્ટિસ લોયા શોહરાબુદ્દીન શેખ એનકાઉન્ટર કેસની સુનાવણી કરી રહ્યાં હતાં. ડિસેમ્બર 2014માં કાર્ડિએક અરેસ્ટના કારણે તેમની મોત થઈ ગઈ. જસ્ટિસ લોયાના પરિવારનું કહેવું છે કે તેમની મોત કુદરતી ન હતી. જસ્ટિસ લોયા તણાવમાં હતાં. શુક્રવારે ચારે જજ ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ આ કેસ સામે આ જ કેસમાં આપત્તિ જાહેર કરી. આ ચારે જજો પ્રમાણે સ્પેશિયલ સીબીઆઈ કોર્ટના જજની મોતના મહત્વના કેસને આઠ સિનીયર જજો અને બેંચને ન આપતા તેને કોર્ટ નં.10માં આપી દેવામાં આવ્યો. આ ચાર જજો પ્રમાણે આવુ કરવાથી જુડિશિયરી સિસ્ટમ પર ખરાબ અસર પડશે.

સૂત્રો પ્રમાણે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ આ ચાર જજોને કહ્યું હતું કે જસ્ટિસ લોયાનો કેસ તેમણે કોર્ટ નં.10ને આપી દીધો છે. તેમને આ આદેશમાં કોઈ ખામી દેખાતી નથી. આ વાત પર ચાર જજોએ આપત્તિ દર્શાવી.

આ ચાર જજોનું કહેવું હતું કે આવા કામથી લોકો વચ્ચે ખોટો સંદેશો જશે અને સંસ્થાને નુકશાન થશે. આની પર ચીફ જસ્ટિસે કહ્યું કે મેં ન્યાયિક સિદ્ધાંતો પ્રમાણે જ કેસ આપ્યો છે.

જસ્ટિસ જે ચેલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, સુપ્રીમ કોર્ટનું તંત્ર જે કરવું જોઈએ એવું કામ નથી કરી રહ્યું. આવું પ્રથમ વખત બની રહ્યું છે જ્યારે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ જજોએ મીડિયા સાથે વાતચીત કરી હોય. ચારેય ન્યાયાધીશોએ ચીફ જસ્ટિસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે, છેલ્લા બે મહિનાથી બધુ બરાબર નથી ચાલી રહ્યું. કોઈ પણ દેશના કાયદાના ઇતિહાસમાં આ સૌથી મોટો દિવસ અને અભૂતપૂર્વ ઘટના છે. કારણ કે અહીં બ્રિફિંગ કરવા માટે અમારે મજબૂત બનવું પડ્યું છે. અમારે આ પ્રેસ કોન્ફરન્સ એ માટે કરવી પડી જેનાથી ભવિષ્યમાં કોઈ એવું ન કહે કે અમે અમારા આત્માને વેચી નાખ્યો હતો

જોકે ચીફ જસ્ટિસે આ મામલામાં બંધારણીય બેંચના નિર્ણયનો હવાલો આપ્યો છે. બંધારણીય બેંચના નિર્ણય પ્રમાણે,'માસ્ટર ઓફ રોસ્ટર' હોવાથી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા પોતાના વિવેકના આધારે કોઈપણ કેસનું વિભાજન કોઈપણ કોર્ટમાં કરી શકે છે. એટલે તેમણે જજોની માંગણી પર અમલ ન કર્યો.

કેસ વિભાજનના શું નિયમ છે?
બંધારણીય બેંચનો આ નિર્ણય 2017માં ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ આપ્યો હતો. જેના અંતર્ગત ચીફ જસ્ટિસને આ અધિકાર છે કે તે નિર્ણય લે કે કયો કેસ કઈ કોર્ટમાં ચાલશે. એ જ નહીં કોઈપણ પ્રકારના વિવાદની સ્થિતિમાં પણ ચીફ જસ્ટિસનો નિર્ણય જ સર્વોચ્ચ રહે છે.
First published: January 13, 2018
पूरी ख़बर पढ़ें
अगली ख़बर