પરમાણુ ધમકી આપનારાઓને ભારતનો વળતો જવાબ છે INS અરિહંત: PM મોદી

News18 Gujarati
Updated: November 5, 2018, 4:11 PM IST
પરમાણુ ધમકી આપનારાઓને ભારતનો વળતો જવાબ છે INS અરિહંત: PM મોદી
PM મોદી ફાઇલ તસવીર

પીએમ મોદીએ કહ્યું, "આ ઉપલબ્ધી ભારતને ગણ્યા-ગાંઠ્યા દેશોની આગળની હરોળમાં સમાવિષ્ટ કરે છે"

  • Share this:
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પરમાણુ સબમરીન INS અરિહંતની ટીમ સાથે મુલાકાત કરી. INS અરિહંત હમણાં જ પેટ્રોલિંગમાંથી પરત આવ્યુ છે. સબમરીનનાં આ અભ્યાસથી ભારતના નાભિકીય ત્રિકોણ (Nuclear triad) ની સ્થાપના થઈ છે. તેનું મહત્વ સમજાવતા પીએમએ અરિહંતની આખી ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

આ અવસર પર પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, "આજના સમયમાં પરમાણુ તાકાત હોવી ખુબ જ જરૂરી છે. INS અરિહંત તે દેશોને આકરો જવાબ છે જે પરમાણુ તાકાતના જોરે દુનિયાને બ્લેકમેલ કરે છે."

પીએમએ વધુમાં જણાવ્યું કે, "આ ઉપલબ્ધી ભારતને ગણ્યા-ગાંઠ્યા દેશોની આગળની હરોળમાં સમાવિષ્ટ કરે છે જે પરમાણુ સબમરીનને ડિઝાઈન કરવાં, તેને બનાવવા તેમજ તેને સંચાલિત કરવાની ક્ષમતા ધરાવે છે. દેશમાં પરમાણુ સબમરીનના નિર્માણ અને સંચાલનની ક્ષમતાના વિકાસ એ ભારતની ટેક્નિકલ ક્ષમતા તેમજ સંબંધિત સંસ્થાઓ અને વ્યક્તિઓ વચ્ચે અભૂતપૂર્વ સંકલનનો સંકેત છે."

PMએ ટ્વિટ કરીને આપી શુભકામના
આ પ્રસંગે, વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી, "ધનતેરસ પણ વધુ વિશેષ બની ગઈ છે. ભારતનું ગૌરવ, પરમાણુ સબમરીન આઈએનએસ અરિહંતે તેમનું પહેલું નિવારણ પેટ્રોલિંગ પૂર્ણ કર્યુ છે, INS અરિહંતની ટીમમાં સામેલ તમામ લોકોને શુભકામનાઓ. આ દિવસ આપણા ઇતિહાસમાં યાદ રાખવામાં આવશે."

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારતની સલામતીના સંદર્ભમાં INS અરિહંતની સફળતા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, "આ આખા દેશની સફળતા છે. અરિહંત દેશના 130 કરોડની જનતાને બાહ્ય ખતરાઓથી બચાવશે અને પ્રદેશમાં શાંતિ જાળવવા માટે એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે."
First published: November 5, 2018, 4:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading