Home /News /india /BJP પર આરોપ, 500 રૂપિયા આપીને દલિતોની આંગળી પર લગાવી ઇન્ક

BJP પર આરોપ, 500 રૂપિયા આપીને દલિતોની આંગળી પર લગાવી ઇન્ક

ANI માંથી તસવીરો

ઉત્તરપ્રદેશનાં ચંદૌલી લોકસભાની બેઠક પર દલિતોની વસ્તીમાં મતદાન કરતાં પહેલાં જ ઇન્ક લગાવવામાં આવી હતી

  ન્યૂઝ 18 ગુજરાતી: લોકસભા ચૂંટણી 2019નાં અંતિમ ચરણ માટે રવિવારે એટલે આજે મતદાન થઇ રહ્યું છે. આ પહેલા જ હેરાન કરનારી એક વાત સામે આવી છે. ઉત્તરપ્રદેશનાં ચંદૌલી લોકસભાની બેઠક પર દલિતોની વસ્તીમાં મતદાન કરતાં પહેલાં જ ઇન્ક લગાવવામાં આવી હતી. આ સાથે જ તેમને 500 રૂપિયા પણ આપવામાં આવ્યાં છે.

  આ પણ વાંચો: પીળી સાડી વાળી મહિલા અધિકારી આવી સામે, કર્યા ઘણા ખુલાસા

  અહીંયાનાં તારાજીવનપુર ગામમાં દલિત વસ્તીનાં લોકોને બીજેપી કાર્યકર્તાઓએ મતદાન ન કરવા માટે 500-500 રૂપિયા આપીને ઇન્ક લગાવી દેવાનો આરોપ છે.  આ મામલામાં ચંદૌલીનાં એસડીએમ હર્ષ કુમારે જણાવ્યું કે મોડી રાતે અમને આ ખબર મળી હતી. જેમાં અમને જાણવા મળ્યું હતું કે તારાજીવનપુર ગામનાં દલિત વસ્તીનાં લોકોએ નોટ આપીને વોટ ખરીદવાનો આરોપ લગાવ્યો છે. તેમનો આરોપ છે કે બીજેપી કાર્યકર્તાઓએ વોટ ન આપવા માટે તેમને રુપિયા આપ્યાં અને આંગળી પર નિશાન લગાવી દીધું હતું.  આ પણ વાંચો: માયાવતી ‘રાજકીય હતાશા’નો શિકાર; સ્મૃતિ લોપ થયો છે: ભાજપ નેતા

  એસડીએમ કુમાર હર્ષે કહ્યું કે ફરિયાદી હાલ પોલીસ સ્ટેશનમાં છે. જે લોકોએ ફરિયાદ કરી છે તેઓ કહી રહ્યાં છે કે, અમે મક્કમ છીએ અમે આગળની કાર્યવાહી કરીશું. અમે હજી પણ મતદાન કરી શકીએ છીએ કારણ કે જ્યારે અમારી આંગળી પર ઇન્ક લગાડી ત્યારે ચૂંટણી શરૂ થઇ ન હતી. અમારે એફઆરઆઈમાં લખાવવાનું રહેશે કે અમારી આંગળી પર જબરદસ્તીથી ઇન્ક લગાડવામાં આવી છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Lok sabha election 2019, Loksabha election 2019, યૂપી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन