Home /News /india /ચેન્નાઇ એરપોર્ટ પર ઇન્ડિગોની બસમાં લાગી આગી, મુસાફરોનો બચાવ

ચેન્નાઇ એરપોર્ટ પર ઇન્ડિગોની બસમાં લાગી આગી, મુસાફરોનો બચાવ

બસમાં સવાર તમામ મુસાફરો સલામત

બસમાં આગ લાગી ત્યારે તેમાં 50 મુસાફરો સવાર હતા. બસ જ્યારે અરાઇવલ પોઇન્ટ નજીક હતી ત્યારે જ આગ લાગી ગઈ હતી.

ચેન્નાઇઃ ગુરુવારે ચેન્નાઇના એરપોર્ટ પર મુસાફરોને લઈને જઈ રહેલી ઇન્ડિગો કંપનીની માલિકીની એક બસમાં આગ લાગી ગઈ હતી. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે ફાયર બ્રિગેડ વિભાગે તાત્કાલિક પગલાં લેતા આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ બનાવમાં તમામ મુસાફરોનો બચાવ થયો છે.

ચેન્નાઇના ડોમેસ્ટિક એરપોર્ટ પર આ દુર્ઘટના ઘટી હતી. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે આગ પર તાત્કાલિક કાબૂ મેળવી લેવાયો હોવાથી કોઈને ઈજા પહોંચી ન હતી.

બસમાં આગ લાગી ત્યારે તેમાં 50 મુસાફરો સવાર હતા. બસ જ્યારે અરાઇવલ પોઇન્ટ નજીક હતી ત્યારે જ આગ લાગી ગઈ હતી.

એરપોર્ટના સૂત્રના જણાવ્યા પ્રમાણે આગ પર તાત્કાલિક કાબૂ મેળવી લેવામાં આવ્યો હોવાથી મુસાફર ઉપરાંત બસને પણ અંદરથી કે બહારથી કોઈ વધારે નુકસાન પહોંચ્યું ન હતું.

આગ કેવી રીતે લાગી હતી તેની તપાસ કરવામાં આવી રહી છે. એરપોર્ટ ઓથોરિટી તરફથી પણ આ અંગેના આદેશ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ  ફ્લાઇટના ક્રૂની એક ભૂલથી યાત્રીઓને નાક-કાનમાંથી નીકળવાં લાગ્યું લોહી

ગુરુવારે જેટ એરવેઝની ફ્લાઇટના ક્રૂની ભૂલને કારણે મુસાફરોના નાક અને કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. ગુરુવારે મુંબઈથી અજમેર જઈ રહેલી ફ્લાઇટમાં કેબિન પ્રેશર ઘટી જતાં મુસાફરોના નાક-કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. આ ફ્લાઇટમાં 166 મુસાફરો સવાર હતા. જેમાંથી 30 જેટલા મુસાફરોની ઈજા પહોંચી હતી. આ બનાવ બાદ વિમાનનું મુંબઈ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
First published:

Tags: Indigo airlines, Passengers, આગ, એરપોર્ટ