ભારતમાં પહેલીવાર થઇ સ્કલ ઇમ્પ્લાન્ટ્ સર્જરી, ચાર વર્ષની બાળકીને મળી નવી જિંદગી

પ્રતિકાત્મક તસવીર

 • Share this:
  મહારાષ્ટ્રના પુણેમાં ડોક્ટરોને નવી સફળતા મળી છે જેમાં ચાર વર્ષની છોકરીને નવી જિંદગી મળી છે. ભારતમાં પહેલીવાર સ્કલ ઇમ્પ્લાન્ટ્ સફળ રહ્યું છે. ડોક્ટરોએ એર ચાર વર્ષની બાળકીની ખોપડીને 60 ટકા સ્કલ ઇમ્પલાંટ દ્વારા બદલ્યું છે. આ કરવા બાળકી માટે ખાસ થ્રી ડી પોલીએથલીન બોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

  આ બોન એટલે હાડકું બાળકીના સ્કલ ડિફેક્ટના મેજરમેન્ટ પ્રમાણે અમેરિકાની એક કંપનીમાં બનાવવામાં આવ્યું હતું. ડોક્ટરોએ જણાવ્યું કે ભારતમાં આ સર્જરી પહેલીવાર થઇ છે. આ સર્જરી 18 મેના રોજ કરવામાં આવી હતી.

  ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની ખબર પ્રમાણે, બાળકીનો ગયા વર્ષે અકસ્માત થયો હતો જેમાં તેની ખોપડીને ઘણું જ નુકસાન થયું હતું. ડોક્ટરોએ જે પછી ઘણી જ ક્રિટીકલ સર્જરી કરી હતી. જે પછી 18 મેના રોજ ડોક્ટરોએ સ્કલ ઇમ્પલાન્ટ કર્યું.

  બાળકીની પહેલા સારવાર કરનારા ભારતી હોસ્પિટલના ડો. જિતેન્દ્ર ઓસવાલે જણાવ્યું કે બાળકીને માથામાં ઘણી જ ભયંકર ઇજા થઇ હતી અને ઘણું જ લોહી વહ્યું હતું. હોસ્પિટલ લાવ્યાં ત્યાં સુધી તે ભાનમાં ન હતી. બાળકીને તરત જ વેન્ટિલેટર પર મુકવામાં આવી. સીટી સ્કેનમાં જાણવા મળ્યું કે ખોપડીના પાછળના હાડકામાં ફ્રેક્ચર થવાથી મગજમાં ઘણો સોજો આવી ગયો છે. આ તુટેલા હાડકાને કારણે મગજ પર ઘણો ભાર પડતો હતો. જેના કારણે મગજમાં ફ્લુઇડના પોપડા બની ગયા હતાં. બે દિવસ પછી થયેલા સિટી સ્કેનમાં જાણવા મળ્યું કે એક ઘણું જ અસામાન્ય અને દુર્લભ સ્થિતિ થઇ છે. બાળકીનું મગજ પોતાના કેન્દ્રથી હટી ગયુ હતું. આને મેડિકલ ટર્મમાં મિડલાઇન શિફ્ટ ઓફ ધ બ્રેન કહે છે.

  મેડિકલ થેરેપી અને ઓફિશિયલ વેન્ટિલેશન પછી પણ ફ્લુઇડના પોપડા ન હટતા બાળકીનું ઓપરેશન કરવામાં આવ્યું. ન્યૂરોસર્જન્સે બાળકીના ડેમેજ ખોપડીનો આગળનો આખો ભાગ એટલે ફુલ ફ્રંટલ, પાર્શિયલ પૈકાઇટલ અને ટેંપોરલ બોન નીકાળી દીધા. જેના કારણે બાળકીના મગજ પર પડેલા બ્રેનનું દબાણ ઓછું થયું.

  ડોક્ટરોએ જણાવ્યું કે સામાન્ય રીતે જ્યારે પણ ક્રેનિયલ બોન નીકાળવામાં આવે છે. તેને ફ્રીજ કરવામાં આવે છે અને પછી આને જ રિપ્લાન્ટ કરવામાં આવે છે. પરંતુ બાળકીની ઓછી ઊંમર અને ક્રેનિયલ બોનના નાના અને નાજુક હોવાને કારણે તેને કાઢી જ નાંખવું પડ્યું. સ્કલ બોન રિમૂવલ સર્જરી પછી બાળકીની હાલતમાં સુધારો આવ્યો.

  પરંતુ બાળકીની ખોપડીમાં પાછળ અને સાઇડમાં થયેલા ખાડાને કારણે તેના પર માનસિક રીતે ઘણો પ્રભાવ પડ્યો હતો. પરંતુ બાળકીની માતા જણાવે છે કે સ્કલ ઇમ્પલાંટ પછી તે પહેલા જેવી જ ખુશ અને એક્ટિવ રહે છે. આ સર્જરીથી તેને નવી જિંદગી મળી ગઇ છે.
  Published by:Kaushal Pancholi
  First published: