કરતારપુર પર પાકિસ્તાનનો યૂટર્ન, હવે શ્રદ્ધાળુઓ માટે પાસપોર્ટ જરૂરી

ભારતે બે દિવસ પહેલા જ પાકિસ્તાનને પૂછ્યું હતું કે કરતારપુર સાહેબ માટે પાસપોર્ટની જરૂર પડશે કે નહી?

News18 Gujarati
Updated: November 7, 2019, 3:38 PM IST
કરતારપુર પર પાકિસ્તાનનો યૂટર્ન, હવે શ્રદ્ધાળુઓ માટે પાસપોર્ટ જરૂરી
ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: November 7, 2019, 3:38 PM IST
કરાંચી : કતારપુર કૉરિડોર (kartarpur sahib corridor)પર પાકિસ્તાન સરકારે યુ ટર્ન લેતા પાસપોર્ટને અનિવાર્ય કરી દીધો છે. થોડા દિવસ પહેલા જ પાકિસ્તાનનાં (Pakistan) વડાપ્રધાન (Prime Minister) ઇમરાનખાને (Imran khan) શ્રદ્ધાળુઓને બે મોટી રાહત આપવાનું જાહેર કર્યું હતું. પાકિસ્તાને જણાવ્યું હતું કે, કરતારપુર કૉરિડોરમાં આવનારા શ્રદ્ધાળુઓને પાસપોર્ટની (Passport) જરૂર નહીં પડે અને તેમને 10 દિવસ પહેલા રજીસ્ટ્રેશનની પણ છૂટ આપવામાં આવી છે.

નોંધનીય છે કે ભારતે બે દિવસ પહેલા જ પાકિસ્તાનને પૂછ્યું હતું કે કરતારપુર સાહેબ માટે પાસપોર્ટની જરૂર પડશે કે નહી? ભારતની પ્રતિક્રિયાનો જવાબ આપતા પાકિસ્તાને સાફ કરી દીધું છે કે કરતારપુર કૉરિડોર આવનારા શ્રદ્ધાળુઓ માટે પાસપોર્ટ અનિવાર્ય હશે.

આ પણ વાંચો : ઘર બેઠાં વોટ આપી શકશે વૃદ્ધો અને દિવ્યાંગો, દિલ્હી ચુંટણીમાં EC લાવી રહી છે આ ઍપ

કરતારપુર કૉરિડોર પર પાકિસ્તાનનાં બદલાતા તેવરને જોતા ભારતીય સુરક્ષા એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે, અમારી સુરક્ષા એજન્સીઓ પુરી રીતે ચોક્કસ છે. પાકિસ્તાનનો હેતુ અલગાવવાદને વધારો આપવાનું છે. જણાવીએ કે પાકિસ્તાને વિશિષ્ટ લોકો માટેની તૈયારીઓ અને જરૂરી ચીજવસ્તુઓ અંગે માહિતી આપવા માટે અગ્રીમ ટીમો મોકલવા માટે ભારતનાં અનુરોધ પર અત્યાર સુધી જવાબ આપ્યો નથી.

આ પણ વાંચો : Hocco ઇટરીનાં ચણા પૂરીમાંથી નીકળ્યો વંદો, હોબાળા બાદ પૈસા પરત કર્યા

કરતારપુર કૉરિડોર શ્રદ્ધાળુઓ માટે 9 નવેમ્બરનાં રોજ ખોલવામાં આવશે. કેન્દ્ર સરકારનાં સૂત્રોએ જણાવ્યું કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પંજાબનાં મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી પણ આ આ ઉદ્ધાટનનાં પહેલા જથ્થામાં જવાનાં છે. પાકિસ્તાને સિદ્ધુનાં ઐતિહાસિક કરતારપુર ગલિયારોનાં ઉદ્ધાટન સમારોહમાં સામેલ થવા માટેનું આમંત્રણ આપ્યું છે.
First published: November 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...