રેલવેએ કહ્યુ- નહીં જાય કોઈની નોકરી, ભરતી પણ ઓછી થશે નહી

News18 Gujarati
Updated: July 3, 2020, 8:18 PM IST
રેલવેએ કહ્યુ- નહીં જાય કોઈની નોકરી, ભરતી પણ ઓછી થશે નહી
પ્રતિકાત્મક તસવીર

વર્ષ 2019માં જે 1,46,640 પોસ્ટ માટે ભરતીની પ્રોસેસ શરૂ કરી હતી તે ચાલુ છે

  • Share this:
નવી દિલ્હી : રેલવે ડીજી (એચઆર) આનંદ એસ ખાતીએ (Anand S Khati , DG ( HR) railways) પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે રેલવેમાં ન કોઈની નોકરી જઈ રહી છે અને ન તો ભરતી ઓછી કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યુ કે ટ્રેન સંચાલન અને ખર્ચ માટે આવશ્યક કોઈ પણ સુરક્ષા શ્રેણીની નોકરીઓને સરેન્ડર નહી કરવામાં આવે. સુરક્ષા વગરની ખાલી પડેલા પદોને સરેન્ડર કરવાથી રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની નવી પરિયોજનાઓ માટે વધુ સેફ્ટી વાળી વેકેન્સી પાડવામાં મદદ મળશે. રેલવેમાં ઉપયોગ થઈ રહેલી આધુનિક ટેક્નોલોજી દ્વારા નવા સેક્ટર્સ બની રહ્યા છે. એવામાં સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરવો બહુ જરુરી છે. તે માટે વિભિન્ન શ્રેણિયોના પદો માટે ચાલી રહેલી ભરતી અભિયાન પહેલાની જેમ ચાલુ રહેશે. રેલવેમાં નોકરીઓમાં ઘટાડો થશે નહીં.

ભરતીની પ્રોસેસ ચાલુ રહેશે- રેલવેના 65 ટકા ખર્ચ કર્મચારીઓના પગાર અને પેન્શન પર હોય છે. તેમણે જણાવ્યુ કે વર્ષ 2019માં જે 1,46,640 પોસ્ટ માટે ભરતીની પ્રોસેસ શરુ કરી હતી તે ચાલુ છે, તેમાં કોઈ ફેરફાર કર્યો નથી. પરંતુ 68 હજાર નોન સેફ્ટી કેટેગરીમાં ભરતી બચેલી છે, તેમાં રિવ્યુ કરવામાં આવી રહ્યુ છે. તમને જણાવી દઈએ કે માર્ચ મહીનાથી લાગુ પાડેલ દેશવ્યાપી લૉકડાઉનના કારણે રેલવેને મોટુ નુકશાન પડ્યુ છે.

આ પણ વાંચો - લેહમાં ઇજાગ્રસ્ત જવાનોને મળ્યા PM મોદી, કહ્યું - તમે દુશ્મનોને જડબાતોડ જવાબ આપ્યો, કોઈ તાકાત સામે ઝુકીશું નહીં

રેલવે તરફથી 12 ઓગષ્ટ સુધી નિયમિત ટ્રેનોનું સંચાલન પણ બંદ રહેશે. એવામાં થઈ રહેલા ભારે નુકશાનને ઘટાડવા માટે રેલવેએ પોતાના ખર્ચમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. જેના અંતર્ગત નવી ભરતી પર રોક અથવા જુની ભરતીની સમીક્ષા કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે શુક્રવારે ઘણા મીડિયા રિપોર્ટમાં સમાચાર આવ્યા હતા કે ભારતીય રેલવેએ (Indian Railway) સેફ્ટીને છોડીને બધા નવા પદો માટે આવેદન રદ કરી દીધા છે. આગળના આદેશ સુધી રેલવેમાં નવી કોઈ ભરતી થશે નહી. જ્યારે રેલવે મંત્રાલયથી મળતી માહિતી મુજબ, ગત 2 વર્ષોમાં ખાલી પડેલા પદો માટે ભરતીની સમીક્ષા કરવામાં આવશે. સેફ્ટી કેટેગરીને છોડીને 50 ટકા પદો માટે વેકેન્સી પાડવામાં આવશે નહી.
First published: July 3, 2020, 7:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading