રેલવેની નવી નીતિ લાગુ, વેપારી બિલ નહીં આપે તો ખાવાનું મફતમાં મળશે

હવે ટ્રેનમાં કે પ્લેટફોર્મ પર ખાવા-પીવાની કોઈ પણ વસ્તુ ખરીદતા સમયે સંબંધિત વેપારી પાસેથી બિલની માંગણી જરુર કરો

News18 Gujarati
Updated: July 18, 2019, 9:46 PM IST
રેલવેની નવી નીતિ લાગુ, વેપારી બિલ નહીં આપે તો ખાવાનું મફતમાં મળશે
રેલવેની નવી નીતિ લાગુ, વેપારી બિલ નહીં આપે તો ખાવાનું મફતમાં મળશે
News18 Gujarati
Updated: July 18, 2019, 9:46 PM IST
હવે ટ્રેનમાં કે પ્લેટફોર્મ પર ખાવા-પીવાની કોઈ પણ વસ્તુ ખરીદતા સમયે સંબંધિત વેપારી પાસેથી બિલની માંગણી જરુર કરો. જો વેપારી બિલ આપવાની ના પાડે તો તમે ખરીદેલી વસ્તુઓ મફત મેળવવા હકદાર બની જશો. ભારતીય રેલવેએ યાત્રીઓ માટે No Bill, No Paymentની નીતિ લાગુ કરી દીધી છે. ટ્રેન કે રેલવે પ્લેટફોર્મ પર જો કોઈ વેપારી બિલ આપવાની ના પાડે તો તેને પૈસા આપવાની જરુર નથી. રેલ મંત્રી પીયુષ ગોયલે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી.

યાત્રીઓને થશે ફાયદો
નો બિલ, નો પેમેન્ટ નીતિનો ફાયદો યાત્રીઓને થશે. આ પહેલા કોઈપણ વેન્ડર તમારી પાસે નક્કી કરેલ બિલથી વધારે પૈસા વસુલી શકશે નહીં. બીજી તરફ પીઓએસ મશીનથી ચૂકવણી પર તમને બિલ પણ આપવામાં આવશે. જો તમને બિલ ના મળે તો પીયુષ ગોયલે બતાવ્યું છે કે તમારે શું કરવું જોઈએ. પીયુષ ગોયલે પોતાના ટ્વિટમાં કહ્યું છે કે જો તમને બિલ આપવામાં આવતું નથી તો વેન્ડરે મફત ખાવાનું આપવું પડશે. એનો મતલબ એ થયો કે પીઓએસ મશીનથી ચૂકવણી કરવા પર કોઈ તમારી સાથે દગાખોરી કરી શકશે નહીં.આ પણ વાંચો - સરકારી બેંકે ગ્રાહકોને આપી ભેટ, હવે દર મહિને બચશે તમારા રુપિયા

પીયુષ ગોયલે પોતાના ટ્વિટમાં એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં જણાવ્યું છે કે પીઓએસ મશીનની આ સુવિધા ટ્રેનો અને પ્લેટફોર્મ પર શરુ થઈ ગઈ છે. પીયુષ ગોયલે પોતાના ટ્વિટમાં આશા વ્યક્ત કરી છે કે આનાથી રેલવેમાં પારદર્શિતા વધશે.
First published: July 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...