ઇન્ડોનેશિયામાં ક્રેશ થયેલા વિમાનને ઉડાવી રહ્યો હતો દિલ્હીનો પાયલટ ભવ્ય સુનેજા

ભવ્ય સુનેજા (ફાઇલ તસવીર)

સોમવારે સવારે જકાર્તાથી ઉડાન ભર્યાના 13 મિનિટમાં જ લાયન એરનું બોઇંગ 737 વિમાન દરમિયામાં ક્રેશ થઈ ગયું હતું.

  • Share this:
    નવી દિલ્હીઃ ઇન્ડોનેશિયાનું દરિયામાં ક્રેશ થયેલું લાયન એરનું વિમાન ભારતીય પાયલટ ઉડાવી રહ્યો હતો. મળતા સમાચાર પ્રમાણે દિલ્હીની નિવાસી ભવ્ય સુનેજા (ઉં.વ. 31) આ વિમાનનો મુખ્ય પાયલટ હતો. સોમવારે સવારે જકાર્તાથી ઉડાન ભર્યાના 13 મિનિટમાં જ લાયન એરનું બોઇંગ 737 વિમાન દરમિયામાં ક્રેશ થઈ ગયું હતું. આ વિમાનમાં 189 લોકો સવાર હતા.

    મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે સુનેજા દિલ્હીના મયુર વિહાર વિસ્તારમાં રહેતો હતો. ભવ્યએ અહીંની એલ્કોન પબ્લિક સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, તે વર્ષ 2011થી લાયન એરના પાયલટ તરીકે નોકરી કરતો હતો. ભારતીય એરલાઇનના એક સીનિયર અધિકારીના હવાલેથી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુનેજા ભારત પરત ફરવાનો વિચાર કરી રહ્યો હતો.

    આ પણ વાંચોઃ ઉડાન ભર્યાની 13મી મિનિટે ઇન્ડોનેશિયાનું વિમાન થયું ક્રેશ, 189 મુસાફરો હતાં સવાર

    અધિકારીઓ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું કે, "મારી જુલાઈમાં તેની સાથે વાતચીત થઈ હતી. તે ખૂબ મધુર બોલે છે. તે બોઇંગ 737નો અનુભવી પાયલટ હતો. અકસ્માત કે કોઈ અન્ય બનાવનો તેનો કોઈ રેકોર્ડ ન હતો. તેના સારા કામને કારણે અમે તેને અમારી કંપનીમાં લેવા માટે ઉત્સાહિત હતા. તેની માત્ર એક જ વિનંતી હતી કે તેને દિલ્હીમાં પોસ્ટિંગ આપવામાં આવે." અધિકારીએ કહ્યું કે અમે સુનેજા અને વિમાનમાં સવાર અન્ય લોકો હેમખેમ હોય તેવી પ્રાર્થના કરી રહ્યા છીએ.

    ભવ્ય સુનેજા


    નોંધનીય છે કે રડારમાંથી ગાયબ થતા પહેલા પાયલટે જકાર્તા પરત ફરવાની મંજૂરી માંગી હતી. જોકે, કોઈ નિર્ણય લેવામાં આવે તે પહેલા જ વિમાન ક્રેશ થઈ ગયું હતું.

    સિવિલ એવિએશનના ડિરેક્ટર જનરલ સિંદુ રાહાયુએ જણાવ્યું કે, વિમાનમાં 179 યાત્રીઓ સવાર હતા. જેમાં ચાલકદળના સાત લોકોનો સમાવેશ થાય છે.
    Published by:Vinod Zankhaliya
    First published: