ઓપરેશન ટ્રાઇડેન્ટ: જ્યારે નેવીએ પાક. નૌસેનાનો બોલાવ્યો હતો ખાતમો

4 અને 5 ડિસેમ્બર 1971નાં રોજ પાકિસ્તાનને ઓપરેશન ટ્રાઇડેન્ટમાં જે ઝટકો લાગ્યો તે ક્યારેય નહીં ભૂલી શકે. આ ઓપરેશનમાં ભારતની જીત થઇ હતી અને ત્યારથી આજનાં દિવસને ભારત નૌસેના દિવસ તરીકે ઉજવે છે.

4 અને 5 ડિસેમ્બર 1971નાં રોજ પાકિસ્તાનને ઓપરેશન ટ્રાઇડેન્ટમાં જે ઝટકો લાગ્યો તે ક્યારેય નહીં ભૂલી શકે. આ ઓપરેશનમાં ભારતની જીત થઇ હતી અને ત્યારથી આજનાં દિવસને ભારત નૌસેના દિવસ તરીકે ઉજવે છે.

  • Share this:

નવી દિલ્હી: 1947 અને 1965 અને તે બાદ 1971માં ત્રીજી તક હતી. જ્યારે ભારત પાકિસ્તાન સાથે જંગ લડી રહ્યો હતો. આ જંગમાં પૂર્વ પાકિસ્તાનીનાં રૂપમાં બાંગ્લાદેશને ગુમાવવો પાકિસ્તાન માટે સૌથી મોટો ઝટકો હતો. તે ઉપરાતં આ પહેલી તક હતી જ્યારે બંને દેશોની નૌસેના આમને-સામને હતી. આ પહેલાં થલ અને વાયુસેનાએ જ પાકિસ્તાનને ધૂળ ચટાડી હતી. પણ 4 અને 5 ડિસેમ્બર 1971નાં રોજ પાકિસ્તાનને ઓપરેશન ટ્રાઇડેન્ટમાં જે ઝટકો લાગ્યો તે ક્યારેય નહીં ભૂલી શકે. આ ઓપરેશનમાં ભારતની જીત થઇ હતી અને ત્યારથી આજનાં દિવસને ભારત નૌસેના દિવસ તરીકે ઉજવે છે.


મિસાઇલનો પહેલી વખત ઉપયોગ
ઓપરેશન ટ્રાઇડેન્ટમાં પહેલી વખત એન્ટી શિપ મિસાઇલનો ઉપયોગ થયો હતો. આ ઓપરેશન 4 અને 5 ડિસેમ્બરનાં રોજ થયુ હતું.


1971 દરમિયાન કરાચી બંદર પાકિસ્તાન માટે ખુબજ મહત્વનું હતું. પાકિસ્તાની અર્થવ્યવસ્થામાં તેનું મોટું યોગદાન હતું. આ સાથે જ પાકિસ્તાની નૌસેનાનું સેન્ટર પોઇન્ટ પણ અહીં જ હતું. 1971નાં અંતિમ દિવસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ ખુબજ ટેનશન અપાવનારી હતી. બગડતા હાલતને જોતા ભારતે ત્રણ વિદ્યુત મિસાઇલ બોટ તૈનાત કરી. જે બાદ ઓપરેશન ટ્રાઇડેન્ટ પાર પડ્યું.
Neavy 2
યોજના બનાવી રાત્રે કર્યો હતો હુમલો
દિલ્હી સ્થિત ભારતીય નૌસેના હેડક્વાટર્ટર અને વેસ્ટર્ન નેવલ કમાંડરે મળીને ઓપરેશનની વ્યૂહ રચના ઘડી હતી. આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ પાકિસ્તીની નૌસેનાનાં અડ્ડા પર હુમલો કરવાનો હતો. આ હુમલો વિદ્યુત મિસાઇલ બોટ દ્વારા કરવાનો હતો. 4 ડિસેમ્બરનાં દિવસે 460 કિલોમીટર દૂર કરાચી પર હુમલાની તૈયારી શરૂ થઇ ગઇ હતી. હુમલો રાત્રે કરવાનો હતો. કારણ કે પાકિસ્તાની એરફોર્સ રાત્રે કાર્યવાહી કરવામાં અક્ષમ હતી. જ્યારે કાર્યવાહી કરવાનો સમય આવ્યો અને કમાંડ રબબરુ ભાન યાદવનાં નેતૃત્વની ટીમ પાકિસ્તાની નૌસાના પર ત્રાટકી હતી.


જ્યારે પાકિસ્તાનની થઇ કફોળી સ્થિતિ
ભારતીય નૌસેનાએ ઓફરેશનની તૈયારી અને કાર્યવાહી એટલી મજબુત રીતે કરી હતી કે પાકિસ્તાનને સ્થિતિ સમજવાની તક જ નહોતી મલી. ભારતની આ કાર્યવાહીમાં પાકિસ્તાનનાં ત્રણ પોત ખલાસ થઇ ડૂબી ગયા. અને એક પોત સંપૂર્ણ રીતે ડેમેજ થઇ ગયુ બાદમાં તે પણ કંઇ કામનું ન રહ્યું. આ ઓફરેશનમાં કરાચી હાર્બર ફ્યુલ સ્ટોરેજને પણ ભારતે સંપૂર્ણ નષ્ટ કરી દીધુ. ભારતની તાકાતનો અંદાજો તેનાથી લગાવી શકાય છે કે આ કાર્યવાહીમાં ભારતને કંઇજ નુક્શાન નહોતું થયું. ભારત તરફથી આ કાર્યવાહીમાં ત્રણ વિદ્યુત ક્લાસ મિસાઇલ બોટ અને બે એન્ટી સબમરીન કોવર્ટનો ઉપયોગ થયો હતો.

First published: