બાબા અમરનાથની યાત્રામાં ભાગ લઈ રહેલા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને ઘાટીમાથી પરત ફરવાની ગૃહ મંત્રાલયની એડવાઇઝરી પછી હવે ભારતીય સેનાએ પીઓકેમાં મોટી કાર્યવાહી કરી છે. સીએનએન ન્યૂઝ 18ના સૂત્રોના મતે ભારતીય સેનાએ પીઓકેની લગભગ 30 કિલોમીટર અંદર આતંકી કેમ્પ ઉપર કાર્યવાહી કરી છે. સૂત્રોના મતે ભારતીય સેનાએ પીઓકેની 30 કિલોમીટર અંદર રહેલા આતંકી ઠેકાણા નષ્ટ કર્યા છે.
સીએનએનને સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે આતંકી ઠેકાણા ઉપર ભારત દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં નીલમ ઝેલમ હાઇડ્રોપાવર પ્રોજેક્ટને પણ નુકસાન પહોંચ્યું છે. એનજેએચપી પ્રોજેક્ટ પણ તેમાં ડેમેજ થયો છે. તમને જણાવી દઈએ કે નીલમ ઝેલમ પાવર પ્લાન્ટથી લગભગ 400-500 મેગાવોટ વિજળી ઉત્પન થાય છે. આ પ્લાન્ટથી પાકિસ્તાન સ્થિત પંજાબ અને આસપાસના અન્ય રાજ્યોમાં વિજળીની સપ્લાઇ થાય છે. જો આ પ્લાન્ટ ડેમેજ થઈ ગયો તો પાકિસ્તાનનો એક મોટો ભાગ અંધારામાં ડુબી જશે.
ભારતની કાર્યવાહી પર પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે ભારતે પીઓકેમાં ઘુસીને ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કરીને યૂએનનો નિયમો તોડ્યો છે. પાકિસ્તાને કહ્યું છે કે કોઈપણ કાશ્મીરના લોકોના અધિકાર અને તેમના દ્રઢ સંકલ્પને દબાવી શકશે નહીં. કાશ્મીર દરેક પાકિસ્તાનના લોહીમાં છે. કાશ્મીરીઓનો સ્વદેશી સ્વતંત્રતા સંગ્રામ સફળ થશે.
પાકિસ્તાનની પોલિટિશિયન શેરી રહમાને ભારતની કાર્યવાહી પછી ટ્વિટ કર્યું હતું કે એલઓસી પર ભારત ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કરી રહ્યું છે. ભારત તરફથી નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ભારત બધા આંતરરાષ્ટ્રીય કાયદાનો ઉલ્લંઘન કરી રહ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર