Home /News /india /

પાકિસ્તાન ICJમાં જતા ભારતે કહ્યું - જ્યાં જવું હોય ત્યાં જાવ, ત્યાં જવાબ આપીશું

પાકિસ્તાન ICJમાં જતા ભારતે કહ્યું - જ્યાં જવું હોય ત્યાં જાવ, ત્યાં જવાબ આપીશું

પાકિસ્તાન ICJમાં જતા ભારતે કહ્યું - જ્યાં જવું હોય ત્યાં જાવ, ત્યાં જવાબ આપીશું

પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસ(ICJ)માં કાશ્મીર મુદ્દાને ઉઠાવવાની વાત કરી

  નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાંથી વિશેષ દરજ્જો આપતી આર્ટિકલ 370 હટાવી દીધી છે. આ પછી પાકિસ્તાન આ મુદ્દે સતત આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ખેચવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જોકે તેમાં તે સાવ નિષ્ફળ રહ્યું છે. આ પછી પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસ(ICJ)માં આ મુદ્દાને ઉઠાવવાની વાત કરી છે. જોકે ભારતે પાકિસ્તાનની આ ધમકીને બિલકુલ ભાવ આપ્યો નથી.

  સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે દરેક દેશને તેની પાસે ઉપલબ્ધ દરેક રસ્તાને અપનાવવાનો અધિકાર છે. અમારા વિચાર પણ અલગ-અલગ છે. જો તે અમારી સાથે અલગ-અલગ અખાડામાં લડવા માંગે છે તો અમે તે અખાડામાં જવાબ આપીશું. આ તેમની પસંદનો અખાડો છે. તેમણે એક વખત પ્રયત્ન કર્યો હતો પણ તે નિષ્ફળ રહ્યા હતા.

  આ પણ વાંચો - ટ્રમ્પે ફરીથી કાશ્મીર મુદ્દે મધ્યસ્થતાની રજૂઆત કરી, કહ્યુ- સ્થિતિ 'વિસ્ફોટક'

  આ વાત કહીને અકબરુદ્દીને પાકિસ્તાન ઉપર ટિપ્પણી કરી હતી. અકબરુદ્દીન કુલભૂષણ જાધવના સંદર્ભમાં કહી રહ્યા હતા. એટલે તેમણે પાકિસ્તાનને ભારતના ઇરાદા બતાવ્યા હતા અને પાકિસ્તાનની જાધવ મામલે થયેલી હાલત ઉપર ચુટકી પણ લીધી હતી.

  પાકિસ્તાન આ પહેલા કાશ્મીર મુદ્દાને લઈને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)પણ ગયું હતું. જોકે તેમનો ચીન સિવાય કોઇ દેશે સાથ આપ્યો ન હતો. પાકિસ્તાન યુએનમાં એકલું પડી ગયું હતું.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Icj, UN, UNSC, પાકિસ્તાન

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन