Home /News /india /

ઇન્ડિયન આર્મીએ કરી ત્રીજી Surgical Strike,ઉડાવ્યા આતંકીઓના કેમ્પ

ઇન્ડિયન આર્મીએ કરી ત્રીજી Surgical Strike,ઉડાવ્યા આતંકીઓના કેમ્પ

ઇન્ડિયન આર્મીએ કરી ત્રીજી Surgical Strike,ઉડાવ્યા આતંકીઓના કેમ્પ

આ જોઈન્ટ ઓપરેશન 17 ફેબ્રુઆરીથી શરુ થયું હતું અને 2 સપ્તાહ સુધી એટલે કે 2 માર્ચ સુધી ચાલ્યું હતું

    પાકિસ્તાનના બાલકોટમાં ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇક પછી હવે ઇન્ડિયન આર્મીએ મ્યાંમાર બોર્ડર ઉપર આતંકીઓના કેમ્પ તબાહ કરી દીધા છે. સૂત્રોના મતે ભારતીય સેનાએ મ્યાંમાર આર્મી સેના સાથે મળીને મ્યાંમાર સીમા પર રહેલા આતંકીઓના ઘણા સ્થળો તબાહ કરી દીધા છે.

    આધિકારીક સુત્રોના મતે આ જોઈન્ટ ઓપરેશન 17 ફેબ્રુઆરીથી શરુ થયું હતું અને 2 સપ્તાહ સુધી એટલે કે 2 માર્ચ સુધી ચાલ્યું હતું. રિપોર્ટ પ્રમાણે મ્યાંમારના વિદ્રોહી સમુહ રોહિંગ્યા આતંકી સમુહ અરાકાન આર્મીએ મિઝોરમ સીમા પર નવા ઠેકાણા બનાવ્યા હતા. જે કલાદાન પ્રોજેક્ટને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યા હતા. આ પ્રોજેક્ટ ભવિષ્યમાં નોર્થ-ઇસ્ટનો નવો ગેટ વે હશે.

    આ પણ વાંચો - પુલવામામાં પોસ્ટેડ સેનાનો જવાન ઘરે આવ્યો તો આવી રીતે થયું ભવ્ય સ્વાગત

    ભારત-મ્યાંમાર આર્મીના જોઇન્ટ ઓપરેશનના પ્રથમ રાઉન્ડમાં મિઝોરમની સીમા પર નવનિર્મિત કેમ્પોને ધ્વસ્ત કર્યા હતા. બંને દેશોની સેનાએ સંયુક્ત અભિયાન શરુ કર્યું હતું. જ્યારે ઓપરેશનના બીજા ભાગમાં ટાગામાં NSCN (K)ના મુખ્યાલયને નિશાન બનાવ્યું હતું અને ઘણા કેમ્પોને તબાહ કરી દીધા હતા.

    અરાકાન આર્મીને કાચિન ઇંડિપેંડેંસ આર્મી દ્વારા નોર્થ બોર્ડર ચીન સુધી ટ્રેનિંગ આપવામાં આવી હતી. સૂત્રોના મતે વિદ્રોહીઓએ અરુણાચલથી મિઝોરમ સીમા સુધી 1000 કિમીની યાત્રા કરી હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Myanmar border, Surgical strike, Terrorists, ભારતીય સેના, મ્યાનમાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन