અસમ અને બિહારમાં પૂરની સ્થિતિ વધારે ગંભીર બનેલી છે. આ દરમિયાન મંગળવારની રાત્રે અસમના નલબારી જિ્લાના બલીતારા ગાંમમાં પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું હતું અને ઘણા લોકો ડુબે તેવી સંભાવના જણાતી હતી. આ ઘટનાની જાણ ભારતીય સેનાને થતા તે તરત લોકોના બચાવમાં ગયા હતા. ભારતીય સેનાએ ત્યાં પહોંચીને 150 લોકોને પૂરના પાણીમાં ડુબતા બચાવ્યા હતા. જેમાં 60 મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા.
ભારતીય સેનાના જવાન આ બચાવ અભિયાન દરમિયાન નાના બાળકોને પોતાની પીઠ પર લઈને આવ્યા હતા. જ્યારે મહિલાઓ અને પુરુષ ઘરના જરુરી સમાન સાથે લઈને આવ્યા હતા. ભારતીય સેનાએ પોતાની બહાદુરીનો પરિચય આપતા રાતના અંધારામાં પાણીની વચ્ચે રહેતા લોકોને બચાવ્યા હતા.
બે દિવસ પહેલા આવેલા આંકડા પ્રમાણે બિહાર અને અસમ બે રાજ્યોમાં વરસાદથી મરનારની સંખ્યા 166 થઈ ગઈ છે. એક અંદાજ પ્રમાણે આ બંને રાજ્યોમાં મળીને કુલ પૂરથી પ્રભાવતિ લોકોની સંખ્યા 1 કરોડ 11 લાખથી વધારે છે. બિહારનો સિતામઢી જિલ્લો પૂરમાં સૌથી વધારે પ્રભાવિત થયો છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર