ઘાટીમાં આતંક ફેલાવવા આવેલા આતંકીઓએ પાકિસ્તાનની પોલ ખોલી

ઘાટીમાં આતંક ફેલાવવા આવેલા આતંકીઓએ પાકિસ્તાનની પોલ ખોલી

સેનાએ લશ્કરના બે આતંકવાદીઓની કબુલાતનો વીડિયો જાહેર કર્યો

 • Share this:
  પાકિસ્તાન (Pakistan) આતંક ફેલાવવા માટે પોતાના નાપાક પ્રયત્નોથી પાછળ હટતું નથી. તે ભારતમાં સતત આતંક ફેલાવવાનું અને ઘુસણખોરી કરવાનું ષડયંત્ર રચી રહ્યું છે. ખાસ કરીને કાશ્મીરની(Jammu and Kashmir)બદલાયેલી સ્થિતિને જોયા પછી તે રઘવાયું બન્યું છે. જોકે ભારતીય સેના(Indian Army)ની સતત નજરના કારણે તે સફળ થઈ શકતા નથી. આવા સંજોગોમાં ભારતીય સેનાએ પાકિસ્તાન તરફથી મોકલાવેલા બે આતંકીઓની ધરપકડ કરી છે. સેના તરફથી તેમની કબુલાતનો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. સેનામાં કબજામાં રહેલા આ આતંકવાદીએ કહ્યું હતું કે પાકિસ્તાન ભારત અને ખાસ કરીને ઘાટીમાં અશાંતિ અને આતંક ફેલાવવા માંગે છે.

  સેનાએ લશ્કરના બે આતંકવાદીઓની કબુલાતનો વીડિયો પણ જાહેર કર્યો છે. જેમાં તે કબુલ કરી રહ્યા છે કે તે પાકિસ્તાનમાંથી આવે છે અને લશ્કર સાથે જોડાયેલ છે. એક આતંકવાદીનું નામ મોહમ્મદ અજીમ છે. જ્યારે બીજો પાકિસ્તાનના પંજાબ પ્રાંતનો રહેવાસી છે.

  આ પણ વાંચો - પુતિને કહ્યુ- ભારતમાં રાફઇલ-મિસાઇલ સિસ્ટમ બનાવીશું, PM મોદીએ કહી આ વાત

  પાકિસ્તાનના આતંકવાદીને પુછ્યું ...અને ચા કેવી લાગી?
  મોહમ્મદ અજીમ નામના આતંકીએ કહ્યું હતું કે તે પાકિસ્તાનના રાવલપિંડીથી આવ્યો છે અને લશ્કર એ તૈયબા માટે કામ કરે છે. સેનાએ આ પાકિસ્તાની આતંકવાદીને પીવા માટે ચા આપી હતી. કબુલાત કર્યા પછી આતંકવાદીને પુછવામાં આવ્યું હતું કે - ચા કેવી લાગી? જેના ઉપર તેનો જવાબ હતો - ચા ઘણી સારી લાગી.  સેના તરફથી આ સવાલ પાકિસ્તાનને આડકતરો જવાબ છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનનું F-16 તોડી પાડ્યા પછી વિંગ કમાંન્ડર અભિનંદનને કેદ કર્યા પછી પાકિસ્તાની સેનાના અધિકારીએ તેને આ સવાલ કર્યો હતો. ભારતીય સેનાનો આ સવાલ પાકિસ્તાનને તેની સ્ટાઇલમાં જવાબ માનવામાં આવે છે.

  સેનાએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે ઘાટીમાં મીડિયાએ એ ધ્યાન રાખવું જોઈએ કે કોઈપણ વ્યક્તિનું મોત સુરક્ષાબળોના કારણે થયું નથી. ઘાટીમાં કોઈ પણ મોત માટે ફક્ત આતંકી અને પત્થરબાજ જવાબદાર છે.
  Published by:Ashish Goyal
  First published: