ભારતીય સેનાને મળી મોટી સફળતા, LOC પર 7 આતંકવાદીઓને ઠાર કર્યા

ભારતીય સેનાને મળી મોટી સફળતા, LOC પર 7 આંતકવાદીઓને ઠાર કર્યા

આ કાર્યવાહી છેલ્લા 24-36 કલાક દરમિયાન થઈ

 • Share this:
  કાશ્મીરમાં કેન્દ્ર સરકાર તરફથી વધારાના સુરક્ષાબળ મોકલવાના નિર્ણયથી પાકિસ્તાનની ઉંઘ હરામ થઈ ગઈ છે. એલઓસી પર ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે અને બોર્ડર ઉપર આતંકી મોકલવાનો પ્રયત્ન ચાલું છે. ભારતીય સેનાએ પાકિસ્તાનની સેનાની બોર્ડર એક્શન ટીમની આવી હરકતને નિષ્ફળ બનાવી છે. કેરન સેક્ટરમાં ઘુસણખોરી રહેલા 5 થી 7 પાકિસ્તાની આતંકીઓને એલઓસી પર ઠાર કરાયા છે.

  આતંકીઓના શવ હજુ એલઓસી ઉપર જ પડ્યા છે. ભારે ફાયરિંગના કારણે શવોને હટાવી શકાયા નથી અને તેમની ઓળખાણ પણ થઈ શકી નથી. સેનાએ સાબિતી તરીકે તેમાંથી 4 શવની સેટેલાઇટ તસવીર પણ લીધી છે. કહેવાઈ રહ્યું છે આ કાર્યવાહી છેલ્લા 24-36 કલાક દરમિયાન થઈ છે.

  આ પણ વાંચો - ભારતીય સેનાની કાર્યવાહી, POKમાં 30 Km અંદર આતંકી ઠેકાણા કર્યા નષ્ટ: સૂત્ર  સૂત્રોના મતે પાકિસ્તાન તરફથી કાશ્મીરની શાંતિ ભંગ કરવા માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન ફાયરિંગના આડમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓને ભારતમાં ઘુસણખોરી કરાવવા માંગે છે.
  Published by:Ashish Goyal
  First published: