સેનાને આજે મળશે નવી તોપો, 38 કિમી સુધી 'વ્રજ' કરશે દુશ્મનોનો ખાતમો

News18 Gujarati
Updated: November 9, 2018, 10:30 AM IST
સેનાને આજે મળશે નવી તોપો, 38 કિમી સુધી 'વ્રજ' કરશે દુશ્મનોનો ખાતમો
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: November 9, 2018, 10:30 AM IST
સીમા પર વધતા પડકારો વચ્ચે સતત ભારતીય સેના પોતાની જાતને મજબૂત કરી રહી છે. આ ક્રમમાં શુક્રવારે એટલે આજે સેનાને એવા જોરદાર હથિયારો મળવાના છે જેનાથી દુશ્મનો ધ્રુજી જશે. આજે સેના બેડામાં કે.9 વ્રજ (કોરિયન) અને એમ 777 હોવિત્ઝર (અમેરિકન) તોપ સામેલ કરવામાં આવશે. તેનાથી ભારતીય સેનાની આર્ટિલરી ક્ષમતામાં વધારો થશે. આ હથિયારોને સામેલ કરાવવા માટે નાસિકના દેવલાલી તોપ ખાના કેન્દ્રમાં શુક્રવારે એક સમારોહમાં સંરક્ષણમંત્રી નિર્મલા સીતારમણ પણ હાજર રહેશે. તેમની સાથે સેના પ્રમુખ બિપિન રાવત પણ હાજર રહેશે.

સંરક્ષણ મંત્રાલય પ્રમાણે, કે.9 વ્રજને 4,366 કરોડ રૂપિયાના ખર્ચે સેનામાં સામેલ કરવામાં આવી છે. આ કાર્ય નવેમ્બર 2020 સુધી પુરું થશે. કુલ 100 તોપોમાં 10 તોપો પ્રથમ એસ્ટુલમેન્ટમાં આ મહીને લાવવામાં આવશે, બીજી 40 તોપો નવેમ્બર 2019માં અને ત્યારબાદ 50 તોપો નવેમ્બર 2020 સુધીમાં લાવવામાં આવશે. 9 વ્રજની પ્રથમ રેજીમેન્ટ જુલાઇ 2019 સુધી પુરી થવાની આશા છે.

આ એવી પહેલી તોપ છે, જે મહદઅંશે ખાનગી રીતે બનાવવામાં આવી છે. આ તોપની સૌથી વધુ રેન્જ 28-38 કિમીની છે. તે 30 સેકેન્ડમાં ત્રણ ગોળા ફેંકવામાં સક્ષમ છે અને ત્રણ મિનિટમાં 15 ગોળા ફેંકી શકે છે. ભૂ-સેના 145 એમ 777 હોવિત્જરની સાત રેજીમેન્ટ પણ બનાવવા જઇ રહી છે.

આ અંગે સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, સેનાને આ તોપો ઓગસ્ટ 2019માં આપી દેવામાં આવશે. આ આખી પ્રક્રિયા 24 મહિનામાં પુરી કરવામાં આવશે. પ્રથમ રેજીમેન્ટ આગામી વર્ષ ઓક્ટોબર સુધી પુરૂ કરવામાં આવશે. આ તોપની રેન્જ 30 કિમી સુધીની છે. તેને હોલીકોપ્ટર અથવા તો વિમાન મારફતે તેના નિયત સ્થાને લાવવામાં આવશે.

નોંધપાત્ર છે કે, 3 દશક પહેલા ભારતીય સેનાને બોફોર્સ જેવી તોપ મળી છે, જેનાથી સેનાની તાકાતમાં વધારો થયો હતો. જો કે, બોફોર્સનું નામ હંમેશાં રાજકારણમાં ગૂંજતું રહ્યું છે.

કે9 વ્રજ સિવાય એમ 777 અલ્ટ્રાલાઇટ હોવિત્જર તોપ પણ સેનાના બેડામાં સામેલ થવા જઇ રહી છે. આ પ્રોજેક્ટ 5000 કરોડ રૂપિયાનો છે. ભારતીય સેનાની આર્ટીલરી રેજીમેન્ટમાં વર્ષ 2021 સુધી કુલ 145 એમ-777 અલ્ટ્રાલાઇટ હોવિત્જર સામેલ કરવામાં આવશે. તેનું વજન માત્ર 4.2 ટન છે.
First published: November 9, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...