LOC પર માર્ચ કરવાની તૈયારી કરી રહી છે પાક સેના, ભારતીય સેના આપશે જડબાતોડ જવાબ

LOC પર માર્ચ કરવાની તૈયારી કરી રહી છે પાક સેના, ભારતીય સેના આપશે જડબાતોડ જવાબ

જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવાના ભારત સરકારના નિર્ણયથી પાકિસ્તાન રઘવાયું થયું છે

  • Share this:
    જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)માંઆર્ટિકલ 370 (Article 370) હટાવવાના ભારત સરકારના નિર્ણયથી પાકિસ્તાન (Pakistan)રઘવાયું થયું છે. આવામાં તે કાશ્મીર (Kashmir)ના નામે પાકિસ્તાન અને પીઓકે(PoK)માં ઘણા કાર્યક્રમ કરી રહ્યું છે. પાકિસ્તાની સેના (Pakistani Army) આર્ટિકલ 370ના વિરોધમાં કાશ્મીરના નાગરિકો સાથે 4 ઑક્ટોબરે લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પર માર્ચ કાઢીને ઘાટીમાં અશાંતિ ફેલાવવાની તૈયારી કરી રહ્યું છે. આવા સમયે ભારતીય સેના (Indian Army) ના સૂત્રોએ જાણકારી આપી છે કે સેનાના જવાનોએ પૂરી રીતે તૈયારી કરી લીધી છે. ભારતીય સેનાએ પાકિસ્તાની સેના દ્વારા પ્રચારિત કરવામાં આવી રહેલા આ માર્ચને અસફળ કરવા માટે કમર કસી લીધી છે.

    ભારત સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા પછી પાકિસ્તાને આ નિર્ણયને પડકાર આપવા માટે ઘણા આંતરરાષ્ટ્રીય સંસ્થાના દરવાજા ખખડાવ્યા હતા. જોકે દરેક સ્થાન ઉપરથી તેને નિષ્ફળતા મળી હતી. ઇમરાન ખાને આ મુદ્દાને યૂએનમાં ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ ભારત તરફથી રજુ કરેલા તર્કોએ તેની પોલ ખોલી નાખી હતી.

    આ પણ વાંચો - હવે પાકિસ્તાનની દરેક હરકતો પર નજર રાખશે આ સૅટેલાઇટ, જાણો શું છે ખાસિયતો



    પાકિસ્તાન આ મામલે મધ્યસ્થતા કરતા માટે અમેરિકાને વિનંતી કરી રહ્યું છે પણ અમેરિકાએ એ સ્પષ્ટ કરી દીધું છે કે ભારત આ માટે પહેલા જ મનાઇ કરી ચૂક્યું છે. અમેરિકાએ પાકિસ્તાનને સ્પષ્ટ કરી દીધું છે કે ભારત સાથે સંબંધોમાં સુધારો કરવા માટે તેણે પોતાના દેશના આતંકવાદીઓ ઉપર કાર્યવાહી કરવી પડશે.
    Published by:Ashish Goyal
    First published: