ભારતીય સેનાએ પાકિસ્તાનના એ દાવાને ફગાવી દીધો છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે સિઝફાયર ઉલ્લંઘન મામલામાં તેણે ભારતના પાંચ સૈનિકોને શહીદ કર્યા છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના આ દાવાને ખોટો ગણાવ્યા છે.
સ્વતંત્રતા દિવસની સવારે પાકિસ્તાને ટ્વિટ કરીને દાવો કર્યો હતો કે ભારત તરફથી સિઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. જેમાં અમારા ત્રણ સૈનિકો માર્યા ગયા છે. જ્યારે પાકિસ્તાનને ભારતના 5 સૈનિકોને માર્યા છે અને ઘણા ઈજાગ્રસ્ત કર્યા છે. જોકે ભારતીય સેનાએ પાકિસ્તાનના આ દાવાને ફગાવી દીધો છે.
પાકિસ્તાને સિઝફાયરનું ઉલ્લંઘન કરીને કૃષ્ણા ઘાટીમાં સવારે સાત વાગ્યાથી ફાયરિંગ શરુ કરી દીધી હતી.ભારતીય સેનાએ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો. જેમાં પાકિસ્તાનના ત્રણ સૈનિકોને ઠાર કર્યા છે. પાકિસ્તાન તરફથી સાંજે સાત વાગ્યે ફાયરિંગ બંધ કરવામાં આવ્યું હતું.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર