LoC નજીક ભારતીય સેનાનો મોટો હુમલો, પાકિસ્તાનની અનેક ચોકીઓ નષ્ટ

LoC પર ભારતીય સેનાનો પાકિસ્તાનના સ્થળો પર મોટો હુમલો

જમ્મુ કાશ્મીરમાં સતત સીઝફાયરનો ભંગ કરી રહેલા પાકિસ્તાનને ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો

  • Share this:
    જમ્મુ કાશ્મીરમાં સતત સીઝફાયરનો ભંગ કરી રહેલા પાકિસ્તાનને ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ એલઓસી પર હુમલો કરીને પાકિસ્તાનની ઘણી ચોકીઓ નષ્ટ કરી દીધી છે. સેનાના જવાનોએ એલઓસી પર પાકિસ્તાનની એવી ચોકીઓને નિશાન બનાવી છે જે સતત સીઝફાયરનો ભંગ કરી ભારતીય સેના પર ફાયરિંગ કરી રહી હતી.

    જાણકારી પ્રમાણે ભારતે પાક અધિકૃત કાશ્મીરમાં આવેલા આતંકીઓના લોન્ચિંગ પેડને પણ નિશાન બનાવ્યા હતા. આ લોન્ચિંગ પેડ હજીરા અને રાવલકોટ સેક્ટરમાં છે. ભારતના હુમલામાં આતંકવાદીઓના ઘણા લોન્ચિંગ પેડ નષ્ટ થયા હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા સુંદરબની સેક્ટરમાં 5-6 પાકિસ્તાની ઘુસણખોરોએ ભારતીય સીમામાં પ્રવેશ કરીને એક ટુકડી પર હુમલો કર્યો હતો. જેમાં ત્રણ ભારતીય સૈનિક શહીદ થયા હતા. ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં બે પાકિસ્તાની ઘુસણખોર માર્યા ગયા હતા.



    આ પહેલા જમ્મુ-કાશ્મીર પોલીસ સોમવારે શ્રીનગરના ઉમર અબાડ વિસ્તારમાંથી ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી મોટી સફળતા મેળવી હતી. આ ત્રણેય ઉત્તરી કાશ્મીર તરફ ઘુસવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પોલીસને તેમની પાસે ગોળા-બારુદ મળી આવ્યો હતો.
    Published by:Ashish Goyal
    First published: