Home /News /india /

બેંગલુરૂમાં એરફોર્સનાં બે વિમાન વચ્ચે હવામાં ટક્કર, એક પાયલટનું મોત

બેંગલુરૂમાં એરફોર્સનાં બે વિમાન વચ્ચે હવામાં ટક્કર, એક પાયલટનું મોત

દુર્ધટનામાં કોઇ જાનહાની નથી થઈ.

એર શો દરમિયાન એરફોર્સનાં બે વિમાનની હવામાં ટક્કર

    નવી દિલ્હી: બેંગલુરૂમાં યોજાયેલા એર શોમાં મોટી ખબર સામે આવી રહી છે. આ એર શો દરમિયાન બે સૂર્ય કિરણ એરક્રાફ્ટની હવામાં ટક્કર થઇ ગઇ છે. આ દુર્ઘટનામાં એક પાયલટનું મોત થયું છે, જ્યારે બીજા પાયલટ અને બે અન્ય લોકોને ઈજા પહોંચી છે.

    આ એર દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આપને જણાવી દઇએ કે બેંગલુરૂનાં યેલહંકામાં આ એર શો યોજાઇ રહ્યો છે. જ્યાં 2 સૂર્ય કિરણ એરક્રાફ્ટની હવામાં ટક્કર થઇ હતી. આ ટક્કર ટેકઓફ સમયે જ થઇ હતી.

    સૂર્ય કિરણ ક્રેશ થવાની ઘટનામાં એક પાયલટનું મોત જ્યારે બે સ્થાનિકોને પણ ઇજા થઇ છે.

    દુર્ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.

    એરક્રાફ્ટ મિરાજ-2000 થયું હતું ક્રેશ

    આ પહેલાં 1 ફેબ્રુઆરીનાં રોજ બેંગલુરૂમાં વીમાન દુર્ઘટના થઇ હતી. જેમાં ફાઇટર એરક્રાફ્ટ મિરાજ-2000 ક્રેશ થયુ હતું. HAL
    (હિન્દુસ્તાન એરોનેટિક્સ લિમિટેડ) નું આ વિમાન બેંગલુરૂ એરપોર્ટ પર જ ક્રેશ થયુ હતું. જેમાં બે પાયલોટનાં મોત થયા હતાં.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Aircraft, Bengaluru, ભારતીય વાયુસેના

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन