Home /News /india /અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ, 5000 KM છે મારક ક્ષમતા

અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ, 5000 KM છે મારક ક્ષમતા

ભારતે અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ પરીક્ષણ કર્યું છે. અગ્ની બેલિસ્ટિક મિસાઈલનું ભારતે ગુરૂવારે સવારે સફળ પરિક્ષણ કર્યું. આ મિસાઈલ પરમાણુ હથિયાર લઈ જવાની સમક્ષા ધરાવે છે. તેની મારક ક્ષમતા 5 હજાર કિલોમીટર છે. જેનું પહેલું પરીક્ષણ 19 એપ્રિલ 2012માં કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ 15 સપ્ટેમ્બર 2013માં અને ત્રીજુ પરીક્ષણ 31 ડિસેમ્બર 2015માં કરવામાં આવ્યું હતું.

ભારતે આ પરીક્ષણ ઓડિશાના તટ વિસ્તારના વ્હીલર દ્વીપ પરથી સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલ પોતાની રેન્જના કારણે ચીનના કેટલાક ભાગો સુધી પણ પહોંચી શકે છે.



અગ્નિ-5નું પરીક્ષણ છેલ્લે 2016માં કરવામાં આવ્યું હતું. જેને એવું કહીને પરીભાષિત કરવામાં આવ્યું હતું કે ICBMનું આ છેલ્લુ પરીક્ષણ છે. તમને જણાવી દયે કે અગ્નિ-5 અગ્નિ સિરીઝની મિસાઈલ છે જેને DRDO દ્વારા વિકસિત કરવામાં આવી છે. પૃથ્વી અને ધનુષ જેમ દૂર સુધી પોતાના લક્ષ્યને પાર કરવામાં સક્ષમ મિસાઇલો સિવાય ભારત પાસે અગ્નિ-1, અગ્નિ-2 અને અગ્નિ-3 મિસાઇલ પણ છે.

આ મિસાઈલ એન્ટી બૈલિસ્ટિક મિસાઇલ સિસ્ટમ વિરૂધ્ધ કાર્યવાહી પણ કરી શકે છે. પરમાણુ ક્ષમતા રહિત આ મિસાઇલની રેન્જમાં ચીન અને પાકિસ્તાનનો સમાવેશ થઇ જાય છે.

આ મિસાઇલોને પાકિસ્તાનને ધ્યાનમાં રાખીને બનાવામાં આવી છે. અગ્નિ-4 અને અગ્નિ-5 મિસાઇલ ચીનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.

First published:

Tags: Ballistic missile

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन