UNHRCમાં ભારતે કહ્યું - જમ્મુ કાશ્મીર પર નિર્ણય અમારો આંતરિક મામલો

News18 Gujarati
Updated: September 10, 2019, 9:06 PM IST
UNHRCમાં ભારતે કહ્યું - જમ્મુ કાશ્મીર પર નિર્ણય અમારો આંતરિક મામલો
UNHRCમાં ભારતે કહ્યું - જમ્મુ કાશ્મીર પર નિર્ણય અમારો આંતરિક મામલો

અમારા હાલના પગલાંથી જમ્મુ કાશ્મીરના લોકોને દરેક નાગરિકની જેમ સમાન અધિકાર મળશે

  • Share this:
ભારતે UNHRCમાં (United Nations Human Rights Council)પાકિસ્તાનને જમ્મુ કાશ્મીર પર જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે. ભારત તરફથી વિદેશ મંત્રાલયની સચિવ વિજય ઠાકુરે (Vijay Thakur Singh) કહ્યું હતું કે કાશ્મીરમાં પરિસ્થિતિ ધીરે-ધીરે સામાન્ય થઈ રહી છે.

વિદેશ મંત્રાલયની સચિવે કહ્યું હતું કે અમારું સંવિધાન દરેક વ્યક્તિને બરાબરનું સન્માન આપે છે. અમારી સ્વતંત્ર ન્યાયપાલિકા, ફ્રી મીડિયા અને અમારો સમાજ માનવાધિકારોની રક્ષા કરે છે. અમારા હાલના પગલાંથી જમ્મુ કાશ્મીરના લોકોને દરેક નાગરિકની જેમ સમાન અધિકાર મળશે. આ પગલાંથી લિંગ ભેદ ખતમ થશે. બાળ અધિકારોને બળ મળશે. એક પ્રતિનિધિમંડળે (પાકિસ્તાન) મારા દેશ ઉપર આપત્તિજનક નિવેદન કરીને ખોટા આરોપ લગાવ્યા છે.

આ પણ વાંચો - પાકિસ્તાને દુનિયા સામે સ્વિકારી હકીકત, UNમાં કાશ્મીરને ગણાવ્યું ભારતનું રાજ્ય

તેમણે કહ્યું હતું કે દુનિયા જાણે છે કે જુઠની આ કહાની વૈશ્વિક આતંકવાદના કેન્દ્રથી આવે છે. જ્યાં આતંકને આશરો આપવામાં આવે છે. અમે એ વાતને ફરી દોહરાવવા માંગીએ છીએ કે સંસદ દ્રારા પારિત અન્ય વિધોનોની જેમ આ સંપ્રભુ નિર્ણય પુરી રીતે ભારતનો આંતરિક મામલો છે.

વિદેશ મંત્રાલયની સચિવ વિજય ઠાકુરે કહ્યું હતું કે રાજ્યમાં લોકતાંત્રિક પગલાં ભરવામાં આવી રહ્યા છે. ઘણા સ્થળોએ પ્રતિબંધ પર ઢીલ આપવામાં આવી છે. રાજ્યમાં સુરક્ષા બનાવી રાખવા માટે અસ્થાયી પગલાં ભરવામાં આવ્યા છે. પડકારજનક હાલત છતા પણ જમ્મુ કાશ્મીર પ્રશાસન ત્યાંના લોકોને મુળભૂત સુવિધા અને કનેક્ટિવિટી આપી રહ્યું છે.
First published: September 10, 2019, 9:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading