ચંદ્રયાન-2 મિશન પાછળ મોદીનો પ્રભાવ? જાણો શું કહે છે દુનિયા

News18 Gujarati
Updated: July 15, 2019, 12:44 AM IST
ચંદ્રયાન-2 મિશન પાછળ મોદીનો પ્રભાવ? જાણો શું કહે છે દુનિયા
ચંદ્રયાન-2 મિશન પાછળ મોદીનો પ્રભાવ? જાણો શું કહે છે દુનિયા

ભારતનું બીજુ મૂન મિશન-ચંદ્રયાન 2 આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યું

  • Share this:
ભારતનું બીજુ મૂન મિશન-ચંદ્રયાન 2 આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યું છે. વિદેશી મીડિયા અને વિજ્ઞાન સાથે જોડાયેલી પત્ર-પત્રિકાઓમાં ભારતના મિશનને ઘણું કવરેજ મળી રહ્યું છે. દક્ષિણ ધ્રુવના અધ્યયન અને સંભાવનાઓની શોધ કરનાર આ મિશન વિશે દુનિયા શું કહી રહી છે તે તમને જણાવી રહ્યા છીએ.

‘બધા ચાંદ પર કેમ પાછા આવી રહ્યા છે?’
પશ્ચિમના પ્રમુખ મીડિયા સમૂહ ધ ગાર્જિયને પોતાની એક ખબરને આ શીર્ષકથી છાપી છે. આ સમાચારમાં કહેવાયું છે કે ચાંદના સિલસિલામાં દુનિયાના પ્રથમ અભિયાન એટલે અપોલો લેંડિંગની ઘટનાને 50 વર્ષ પૂરા થવા આવ્યા છે અને આવા સમયમાં ઘણા દેશો છેલ્લા કેટલાક સમયથી ચંદ્રમાં સાથે જોડાયેલ અંતરિક્ષ કાર્યક્રમોમાં રસ દાખવી રહ્યા છે. આ લેખમાં અંતરિક્ષની દોડ અને હોડના કારણો પર ચર્ચા કરવામાં આવી છે.

આ પણ વાંચો - ભારતનું ચંદ્રયાન-2 મિશન હોલિવૂડ ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમથી 65.17% સસ્તું

‘કેમ બધા ફરી ચાંદ ઉપર જવા માંગે છે?’
ન્યૂયોર્ક ટાઇમ્સે ગાર્જિયન સાથે મળતા શીર્ષક સાથે લેખ પ્રકાશિત કર્યો છે. આ લેખમાં કહેવાયું છે કે ચાંદની સપાટી પર પહોંચવું, ભારત માટે ફક્ત આ જ મહત્વ દેખાડશે કે તેણે ટેકનિક વિકાસ કરી લીધો છે. ચીન પણ આ ક્ષેત્રમાં પોતાને સ્થાપિત કરી ચૂક્યું છે. અમેરિકા અને નાસા માટે ચાંદ હવે સામાન્ય વાત બની ગઈ છે અને મંગળના રસ્તામાં ચંદ્રમાં તેના માટે ઘણો સ્વાભાવિક પડાવ છે.ટેકનિક કુશળતા બતાવવાની ઇચ્છા
અમેરિકાના રાષ્ટ્રીય સાર્વજનિક રેડિયોએ ભારતના ચંદ્રયાન 2 મિશનને લઈને પણ કાંઈક આવી વાત કરી છે. રેડિયોએ કહ્યું છે કે ચીન, ભારતની સાથે ઇઝરાઇલ અને દક્ષિણ કોરિયા જેવા નાના દેશો પણ ચંદ્રમાં ઉપર વર્ચસ્વ બનાવવા માટે રોબોટિક મિશનને અંજામ આપી રહ્યા છે. ચાંદ સાથે જોડાયેલી તેમની મહત્વકાંક્ષા ટેકનિક કૌશલ બતાવવું આ દેશોની ઇચ્છાનું પરિણામ છે. સાથે આ દેશ ગ્લોબલ નેશનલિઝમની હોડમાં પણ સામેલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો - ચંદ્રયાન-2 મિશન પાછળ છે બે મહિલાઓ, જાણો કોણ છે રોકેટ વૂમન અને ડેટા ક્વીન

‘વધી રહી છે અંતરિક્ષ સાથે જોડાયેલી મહત્વકાંક્ષાઓ’
વોશિંગ્ટન પોસ્ટે પોતાના લેખનું શીર્ષક આપ્યું છે ‘ભારતનું ચંદ્રયાન મિશન સંકેત છે તેની અંતરિક્ષ સંબંધી મહત્વકાંક્ષાઓ વધી રહી છે.’ આ લેખમાં લખવામાં આવ્યું છે કે ભારતમાં અંતરિક્ષ કાર્યક્રમોની શરુઆત 1960ના દાયકામાં થઈ ચૂકી હતી પણ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રભાવમાં નવી ઇચ્છાઓ ઉભરી રહી છે. ભારતનું આંતરારાષ્ટ્રીય કદ વધારવા અને રક્ષા ક્ષમતાઓ માટે એક પ્રાચીર દર્શાવવાની ઇચ્છાને કારણે મોદી અંતરિક્ષ કાર્યક્રમોને વધારે મહત્વ આપી રહ્યા છે.

આ સિવાય સ્પેસ.કોમ, phys.org,પ્લેનેટરી અને સાઇંટિફિક અમેરિકન જેવા વિજ્ઞાન સંબંધી પોર્ટલો અને પત્રિકાઓમાં ભારતના ચંદ્રયાન 2 મિશનની ટેકનિક અને વૈજ્ઞાનિક પહેલુઓ ઉપર ચર્ચા કરવામાં આવી રહી છે. આને ભારતની એક મોટી સિદ્ધિના રુપમાં બતાવવામાં આવી રહી છે.
First published: July 15, 2019, 12:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading