Home /News /india /ભારતે પાક.ની ફજેતી કરી, બતાવ્યા F-16થી ફેકેલા મિસાઇલના ટુકડા

ભારતે પાક.ની ફજેતી કરી, બતાવ્યા F-16થી ફેકેલા મિસાઇલના ટુકડા

ભારતે પાકિસ્તાનની પોલ ખોલી નાખી, બતાવ્યા F-16થી ફેકેલ મિસાઇલના ટુકડા

ભારતીય સૈન્ય પ્રતિષ્ઠાનોને નિશાન બનાવવા માટે F-16નો ઉપયોગ કર્યો હતો

ભારતની ત્રણેય સેનાઓએ ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ભારતે પાકિસ્તાનના જુઠની પોલ ખોલી નાખી હતી. પાકિસ્તાને બુધવારે કહ્યું હતું કે તેણે ભારતીય સીમા ઉપર હુમલાના પ્રયત્ન માટે F-16 વિમાનનો ઉપયોગ કર્યો ન હતો. જોકે ભારતીય સેનાએ F-16થી દાગેલી મિસાઈલના ટુકડા બતાવીને પાકિસ્તાન પોલ ખોલી નાખી છે.

પાકિસ્તાને ભારતના સૈન્ય સ્થળોને નિશાન બનાવવા માટે F-16થી AARAM મિસાઈલ દાગી હતી. આ મિસાઈલની ખાસિયત એ છે કે તેને ફક્ત F-16 વિમાનથી જ છોડી શકાય છે. મિસાઇલના ટુકડાએ પાકિસ્તાનના એ ખોટા દાવાની પોલ ખોલી દીધી છે જેમા તેમણે કહ્યું હતું કે તેણે ભારતીય સૈન્ય પ્રતિષ્ઠાનોને નિશાન બનાવવા માટે F-16નો ઉપયોગ કર્યો જ નથી.

આ પણ વાંચો - અભિનંદન તળાવમાં કુદકો લગાવી ગળી ગયો હતો દસ્તાવેજ અને નકશા: રિપોર્ટ

ઉલ્લેખનીય છે કે શુક્રવારે સુત્રોના હવાલાથી રિપોર્ટ હતી કે અમેરિકાએ ભારત ઉપર હુમલો કરવાના પ્રયત્ન માટે F-16 વિમાનનો ઉપયોગ કરવા બદલ પાકિસ્તાન સામે સખત આપત્તિ વ્યક્ત કરી હતી. અમેરિકાએ પાકિસ્તાનને આતંકવાદ સાથે લડવાની શરતે જ F-16 વિમાન આપ્યા છે.

આ પહેલા ભારતે દાવો કર્યો છે કે અમે પાકિસ્તાનના F-16 વિમાનને તોડી પાડ્યું છે. ત્યારે પાકિસ્તાને કહ્યું હતું કે અમે તેનો ઉપયોગ કર્યો જ નથી.
First published:

Tags: Abhinandan, F-16, Indian Pilot, Pakistan Army, Pilot, Wing Commander Abhinandan, પાકિસ્તાન, ભારત, ભારતીય વાયુસેના