Home /News /india /

દેશને 10 વર્ષ સુધી મજબૂત અને સખત નિર્ણય લે તેવી સરકારની જરૂર : અજીત ડોભાલ

દેશને 10 વર્ષ સુધી મજબૂત અને સખત નિર્ણય લે તેવી સરકારની જરૂર : અજીત ડોભાલ

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે મોદી સરકારે કરેલા નિર્ણયોની પ્રશંસા કરી

ડોભાલે કહ્યું હતું કે જો આપણે મોટી શક્તિ બનવું છે તો દેશને આર્થિક રીતે વધારે મજબુત થવું પડશે. વૈશ્વિક સ્તર પર મજબુત સ્પર્ધકની ભૂમિકામાં આવવું પડશે.

  રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે મોદી સરકારે કરેલા નિર્ણયોની પ્રશંસા કરી હતી. ડોભાલે કહ્યું હતું કે દેશને આગામી 10 વર્ષો સુધી સખત નિર્ણય લે તેવી મજબૂત સરકારની જરૂર છે. દિલ્હીમાં આયોજીત એક કાર્યક્રમને સંબોધિત કરતા ડોભાલે આ વાત કરી હતી.

  ડોભાલે કહ્યું હતું કે 70ના દાયકામાં અર્થવ્યવસ્થાના મામલામાં ભારત ચીનથી આગળ હતું પણ હાલના સમયે 2019માં ચીન ભારત કરતા મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. જો ભારતે દેશની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવું છે તે આગામી દશ વર્ષો સુધી ભારતને મજબુત,સ્થિર અને નિર્ણાયક સરકારની જરૂર પડશે.

  ડોભાલે કહ્યું હતું કે જો આપણે મોટી શક્તિ બનવું છે તો દેશને આર્થિક રીતે વધારે મજબુત થવું પડશે. વૈશ્વિક સ્તર પર મજબુત સ્પર્ધકની ભૂમિકામાં આવવું પડશે. તે ત્યારે જ સંભવ છે જ્યારે આપણે ટેકનિકમાં આગળ હશું.

  એનએસએ ડોભાલે કહ્યું હતું કે લોકપ્રિય નિર્ણયો કરતા દેશ માટે જરૂર વાળા નિર્ણયોને પ્રાથમિકતા આપવી જોઈએ નહીં.  બની શકે કે મુશ્કેલ નિર્ણયો દેશના લોકોને થોડા સમયે થોડું દુખ આપે પણ આગળ ચાલીને આ નિર્ણયો મીલના પત્થર સાબિત થશે.

  સરદાર પટેલ મેમોરિયલમાં બોલતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યું હતું કે આપણે જનપ્રતિનિધિ દ્વારા ચાલતા નથી. તેમના દ્વારા બનાવેલા કાયદાથી ચાલીએ છીએ. આપણા માટે કાયદો સૌથી ઉપર અને મહત્વપૂર્ણ છે.

  ડોભાલે આગળ કહ્યું હતું કે આપણે એ તરફ ધ્યાન આપવું પડશે કે ચીનની અલીબાબા અને અન્ય મોટી કંપનીઓને ચીનની સરકારે મજબૂત બનાવવામાં પોતાનો સહયોગ આપ્યો હતો. આપણે ઇચ્છીએ છીએ કે ભારતીય પ્રાઇવેટ સેક્ટર કંપનીઓને ભારતીય રણનીતિક હિતોને પ્રોત્સાહન આપવું જોઈએ.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: અજીત ડોવાલ, ભારત

  આગામી સમાચાર