US : બિહારમાંથી દત્તક લીધેલી દીકરીની હત્યાનાં ગુનામાં ભારતીયને આજીવન કેદ

બાળકીની ફાઇલ તસવીર

મૈથ્યૂઝનું કહેવું છે કે તેણે પોતાની દીકરીની હત્યા નથી કરી. બાળકીની દૂધ પીતી વખતે અચાનક મોત થઇ ગયું છે.

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી : બિહારની દત્તક લીધેલી ત્રણ વર્ષની બાળકીની હત્યાનાં આરોપમાં એક ભારતીય અમેરિકી વ્યક્તિને આજીવન કેદની સજા થઇ છે. અમેરિકાનાં ટેક્સાસ રાજ્ય તંત્રએ આરોપીને પોતાની બાળકી શેરીનની હત્યાનો દોષી ગણ્યો છે. જોકે આરોપીએ કોર્ટમાં સફાઇ આપતા કહ્યું કે દૂધ પીતા દરમિયાન બાળકીનું મોત નીપજ્યું છે. ભારતીય બાળકીનાં મોતનો આ મામલો 2017માં સામે આવ્યો હતો.

    જાણકારી પ્રમાણે મૂળ કેરળમાં રહેનારા 39 વર્ષનાં મૈથ્યૂઝે પોતાની પત્ની સીનીની સાથે બિહારનાં એક આશ્રમમાંથી 3 વર્ષ પહેલા આ બાળકીને દત્તક લીધી હતી. જણાવવામાં આવે છે કે બે ઓક્ટોબર 2017નાં રોજ મેથ્યૂઝે પોતાની દીકરીની હત્યા કરી દીધી. મૈથ્યૂઝનું કહેવું છે કે તેણે પોતાની દીકરીની હત્યા નથી કરી. બાળકીની દૂધ પીતી વખતે અચાનક મોત થઇ ગયું છે.

    આ પણ વાંચો : કેરળ : ટ્રાફિક પોલીસકર્મીએ મહિલા પોલીસ અધિકારીને જીવતી સળગાવી, મોત

    કોર્ટે મેથ્યૂઝની દલીલને નકારી દીધી અને કહ્યું કે કોર્ટ ન માને કે ત્રણ વર્ષની દીકરીનું દૂધ પીતી વખતે દમ ઘુંટાવાથી મૃત્યું થઇ જાય. કોર્ટે કહ્યું કે આ આરોપી સતત પોલીસને ગુમરાહ કરતો હતો. બાળકીને માર્યા પછી તેણે પોતાનાં મોબાઇલનું લોકેશન પણ બદલી દીધું હતું.

    આ પણ વાંચો : હરિયાણા કોંગ્રેસના પ્રવક્તા વિકાસ ચૌધરીની દિલ્હી નજીક ગોળી મારીને હત્યા

    જણાવવામાં આવી રહ્યું છે કે હત્યા કર્યા પછી મેથ્યૂઝે શેરીનનો મૃતદેહ ક્યાંક છુપાવી દીધો હતો. જ્યારે તેનો મૃતદેહ મળ્યા ત્યારે તે ઘણું ખરાબ થઇ ગયું હતું. કીડાઓએ તેના શરીરને ઘણું નુકશાન પહોંચાડ્યું હતું. જેના કારણે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં પણ ઘણી તકલીફો થતી હતી. જો કે તપાસમાં હત્યાનો ખુલાસો થયો અને મેથ્યૂઝને આ હત્યા પાછળનો આરોપી માનવામાં આવ્યો
    Published by:Kaushal Pancholi
    First published: