ઇન્કમટેક્સ અધિકારી હવે 5થી વધુ સવાલ નહિ પૂછી શકે!

News18 Gujarati
Updated: February 13, 2018, 4:56 PM IST
ઇન્કમટેક્સ અધિકારી હવે 5થી વધુ સવાલ નહિ પૂછી શકે!
ઇન્કમટેક્સ અધિકારી હવે કરદાતાને 5થી વધુ સવાલ નહિ પૂછી શકે!
News18 Gujarati
Updated: February 13, 2018, 4:56 PM IST
હવે કરદાતાઓ માટે સારા દિવસો આવ્યા છે. અત્યારસુધી સ્ક્રૂટિનીના નામ પર કરદાતાઓને બોલાવી બધા જ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવતા હતા, જેથી સાચા કરદાતાને ખૂબ ખરાબ અનુભૂતિ થતી હતી. આ બધું જાણ્યા બાદ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કરદાતાને પાંચથી વધારે પ્રશ્નો પૂછવામાં આવશે નહિ અને આ પ્રશ્નો પૂછવાનું ઓફિસર નહીં, પરંતુ ડિપાર્ટમેન્ટ નક્કી કરશે, એટલે કે પ્રશ્નનું ફોર્મેટ પહેલેથી નક્કી હશે અને એ મુજબ સ્ક્રૂટિની થશે. IT ડિપાર્ટમેન્ટ દ્વારા આ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હવે સીધા પ્રશ્ન-જવાબ આપવાને બદલે ઈ-સ્ક્રૂટિની થશે, એટલે કરદાતાઓ પ્રશ્નોના જવાબ ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી આપી શકશે..

હમણાં સુધી ઇન્કમટેક્સ ઑફિસર કોઈપણ કરદાતાને ટેક્સ-સ્ક્રૂટિનીના નામ પર બોલાવી લેતા હતા અને તેમની પાસેથી કેટલાય પ્રકારનાં પેપર અને માહિતી માગતા હતા. કરદાતાઓને ઇન્કમટેકસની ઓફિસમાં ઘણા ચક્કર ખાવા પડતા હતા. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ બધા ફિલ્ડ પર કામ કરતા અધિકારીને આદેશ આપ્યો છે કે કરદાતાઓને કોઈ મુશ્કેલી ન પડવી જોઈએ. સીધા કરદાતા પાસે જઈને તેની આવક અને ટેક્સ-પ્રોફાઇલ્સ વિશે પૂછપરછ અથવા સર્વે ન કરે. આનાથી જે કરદાતા પોતાની આવકના હિસાબોથી નથી આપતા તેમનો ડર સમાપ્ત થઈ જશે અને ટેક્સની ચોરી પર અંકુશ નહિ રાખી શકાય.

દેશભરમાં ઇ-એસેસમેન્ટ લાગુ થશે. નાણાપ્રધાન અરુણ જેટલીએ બજેટ 2018-19ની સ્પીચમાં જણાવ્યું હતું કે અમે સમગ્ર દેશમાં ઇ-એસેસમેન્ટ લાગુ કરવા માટે તૈયાર છીએ. કેન્દ્ર 2016માં પાઇલોટ ધોરણે ઇ-એસેસમેન્ટ લાગુ કરવામાં આવ્યું હતું 2017માં તેને વધારીને 102 શહેરમાં કરવામાં આવ્યું હતું. હવે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ઇ-એસેસમેન્ટ પ્રોસેસ સમગ્ર દેશને લાગુ કરવાનું નક્કી કર્યું છે. એસેસમેન્ટની સંપૂર્ણ પ્રક્રિયા ઑનલાઇન હોવી જોઈએ અને કરદાતા અને એસેસિંગ ઓફિસર વચ્ચે સંપર્કની કોઈ જરૂર નથી.
First published: February 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर