વર્ષ 2018માં સરકારને GST દ્વારા રૂ.7.41 લાખ કરોડની આવક થઈ

News18 Gujarati
Updated: April 27, 2018, 3:53 PM IST
વર્ષ 2018માં સરકારને GST દ્વારા રૂ.7.41 લાખ કરોડની આવક થઈ

  • Share this:
દિલ્હીઃ નાણાકીય વર્ષ 2018માં સરકારને વસ્તુ-માલ અને સર્વિસ ટેક્સ દ્વારા રૂ.7.41 લાખ કરોડની આવક પ્રાપ્ત થઈ છે. આ માહિતી નાણામંત્રાલયે આપી છે. તમને અહીં જણાવી દઈએ કે દેશભરમાં માલ અને સેવાઓ કર (GST) પહેલી જુલાઈ 2017થી લાગુ કરવામાં આવ્યો હતો.

નાણામંત્રાલયે પોતાના ટવીટમાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2017-18 દરમિયાન GST હેઠળ ઓગસ્ટ 2017થી માર્ચ 2018 સુધીમાં રૂ. 7.19 લાખ કરોડ જમા થયા છે. આમાં જુલાઈ 2017નું કલેક્શન જોવા જઈએ તો નાણાકીય વર્ષ 2017-18 દરમિયાન રૂ.7.41 લાખ કરોડ રહ્યું છે.

એમાં એ પણ ઉલ્લેખ કરાયો છે કે રૂ.1.19 લાખ કરોડ CGST,રૂ.1.72 લાખ કરોડ રૂપિયા SGST અને રૂ.3.66 લાખ કરોડ IGST (આયાતો પર રૂ.1.73 લાખ કરોડ) અને રૂ. 62,021 કરોડની સેસ (આયાત પર રૂ.5,702 કરોડ) સમાવેશ થાય છે.

ઓગસ્ટ 2017થી માર્ચ 2018 સુધી સરેરાશ માસિક વસૂલાત રૂ.89,885 કરોડ રૂપિયા હતી. રાજ્યના નાણાકીય વર્ષ 2017-18ના આઠ મહિનામાં રૂ.41147 કરોડનું કુલ વળતર આપવામાં આવ્યું છે. વીતેલા આઠ મહિનામાં  રાજ્યની આવકનો તફાવત ઘટી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે તમામ રાજ્યોની સરેરાશ આવકમાં  17 ટકા જેટલો તફાવત હતો.
First published: April 27, 2018, 3:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading