Home /News /india /

યુક્રેન યુદ્ધમાં ગુજરાતીઓની 'સાથિયા' રેસ્ટોરેન્ટએ આપ્યો ભારતીયોને આશરો, 125 થી વધુ લોકોને આપ્યો આશ્રય

યુક્રેન યુદ્ધમાં ગુજરાતીઓની 'સાથિયા' રેસ્ટોરેન્ટએ આપ્યો ભારતીયોને આશરો, 125 થી વધુ લોકોને આપ્યો આશ્રય

સાથિયા' (Saathiya) ચોકોલિવસ્કી બુલવાર્ડના ભોંયરામાં આવેલી છે." અને તે લોકોની સંભાળ રાખે છે તથા તે લોકોને રોજનું ભોજન પણ પૂરું પાડે છે. મનીષ દવેએ યુક્રેનમાં 125 થી વધુ નબળા લોકો માટે પોતાની રેસ્ટોરન્ટને આશ્રયસ્થાનમાં ફેરવી દીધી છે.

સાથિયા' (Saathiya) ચોકોલિવસ્કી બુલવાર્ડના ભોંયરામાં આવેલી છે." અને તે લોકોની સંભાળ રાખે છે તથા તે લોકોને રોજનું ભોજન પણ પૂરું પાડે છે. મનીષ દવેએ યુક્રેનમાં 125 થી વધુ નબળા લોકો માટે પોતાની રેસ્ટોરન્ટને આશ્રયસ્થાનમાં ફેરવી દીધી છે.

વધુ જુઓ ...
    અમદાવાદ: કિવ (Kyiv) વિસ્તારમાં જ્યારે બોમ્બ વિસ્ફોટ થવા લાગ્યા, ત્યારે સેંકડો લોકો આશ્રય શોધવા માટે રેસ્ટોરન્ટમાં ઉમટી પડ્યા. તેવામાં એક ભારતીય રેસ્ટોરન્ટે (Restaurant) હાલમાં સેંકડો ભારતીય વિદ્યાર્થીઓ અને યુક્રેનિયન નાગરિકોને આશ્રય આપ્યો છે. આ ભારતીય રેસ્ટોરન્ટના માલિક મનીષ દવે મૂળ ગુજરાતના વતની છે. તેમણે રશિયન આક્રમણ વચ્ચે પડકારોનો સામનો કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ અને યુક્રેનિયન નાગરિકોને આશ્રય આપવા માટે તેમની સાથિયા (Saathiya) રેસ્ટોરન્ટના દરવાજા ખુલ્લા મૂક્યા.

    દવેએ કહ્યું કે, "ઘણા યુક્રેનિયન નાગરિકો પણ મારી રેસ્ટોરન્ટમાં પહોંચ્યા છે, આશા રાખીએ કે તેઓ અહીં સુરક્ષિત રહેશે. રેસ્ટોરન્ટ હવે બોમ્બ આશ્રયસ્થાન જેવું છે કારણ કે 'સાથિયા' (Saathiya) ચોકોલિવસ્કી બુલવાર્ડના ભોંયરામાં આવેલી છે." અને તે લોકોની સંભાળ રાખે છે તથા તે લોકોને રોજનું ભોજન પણ પૂરું પાડે છે. મનીષ દવેએ યુક્રેનમાં 125 થી વધુ નબળા લોકો માટે પોતાની રેસ્ટોરન્ટને આશ્રયસ્થાનમાં ફેરવી દીધી છે. તે અને તેમનો સ્ટાફ ખોરાક રાંધે છે અને તે બધા માટે રાશનની શોધમાં પોતાનો જીવ પણ જોખમમાં મૂકે છે.

    આ પણ વાંચો: આ ઉનાળામાં કાળઝાળ ગરમી માટે રહેજો તૈયાર, જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી

    ભારતીય વિદ્યાર્થીઓમાં સાથિયા (Saathiya) પહેલેથી જ લોકપ્રિય ભોજનશાળા હતી. રેસ્ટોરન્ટની વાર્તા એ ઘણા હૃદયસ્પર્શી એકાઉન્ટ્સમાંની એક છે જે રશિયા દ્વારા આક્રમણ કર્યા પછી યુક્રેનમાંથી બહાર આવી છે. અહેવાલો અનુસાર, રેસ્ટોરન્ટમાં દરેકને ચિકન બિરયાની સર્વ કરવામાં આવતી હતી. જોકે, મેનેજમેન્ટ હવે ખાદ્ય પદાર્થોના સ્ટોકને લઈને ચિંતિત છે.

    આ પણ વાંચો: ખંભાળિયામાં યુવકે બે સગીબહેનો પર દુષ્કર્મ આચર્યુ, હમચચાવી નાખતી ઘટના

    દવેએ વધુમાં કહ્યું કે, "અમે અમારી પાસે રાશનનો સ્ટોક રાખીએ છીએ. અમારી પાસે છેલ્લા 4-5 દિવસ માટે ચોખા અને લોટ છે, પરંતુ અમારે શાકભાજી (Vegetable) અને અન્ય વસ્તુઓ ખરીદવાની જરૂર છે. રાત્રે 10 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધીની અવરજવર પર પ્રતિબંધ છે." દવેએ ઉમેર્યું હતું કે, જ્યારે બજાર ટૂંકા ગાળા માટે ખુલ્યું ત્યારે અમારી રેસ્ટોરન્ટ ચોખા, દૂધ અને શાકભાજીને ફરીથી સંગ્રહિત કરવામાં સક્ષમ રહી હતી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Russia, Russia ukraine news, Ukraine, ગુજરાત, રશિયા

    આગામી સમાચાર