બજેટ 2018માં હાઉસિંગ સેક્ટરને મોટો ફાયદો થઈ શકે છે

બજેટ 2018માં હાઉસિંગ સેક્ટરને મોટો ફાયદો થઈ શકે છે
પહેલી ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં હાઉસિંગ સેક્ટરને મોટો ફાયદો થઈ શકે છે.

 • Share this:
  પહેલી ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં હાઉસિંગ સેક્ટરને મોટો ફાયદો થઈ શકે છે. સીએનબીસી-આવાઝ પાસે મળેલી એક્સક્લુઝિવ ખબર પ્રમાણે, સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગામડાં અને શહેરમાં ઘર બનાવવાના ખર્ચમાં 50 ટકા સુધીનો વધારો કરી શકે છે.

  ગ્રામીણ વિસ્તારોમાં થનારા ખર્ચમાં 40-50 ટકા વધારો શક્ય છે. છેલ્લા બજેટમાં ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.44 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી હતી. શહેરી વિસ્તાર માટે ખર્ચ વધારી રૂ. 20 હજાર કરોડ કરવાની માગ છે. અફોર્ડેબલ હોલ્ડિંગ પર વિશેષ ભાર આપવાની નીતિ હેઠળ સીએલએસએસ એટલે ક્રેડિટ લિન્ક સબસિડી સ્કિમનું બજેટ વધી શકે છે. સીએલએસએસ. હેઠળ એલઆઈજી અને એમઆઇજી ફ્લેટ માટે સબસિડી આપવામાં આવે છે.

  Published by:News18 Gujarati
  First published:January 08, 2018, 17:21 IST

  ટૉપ ન્યૂઝ