મુઝફ્ફરપુર શેલ્ટરહોમ: 11 છોકરીઓની થઇ હત્યા? સ્મશાનમાંથી મળી હાડકાંની પોટલી

બિહારના મુઝફ્ફરપુર શેલ્ટરહોમ ઉત્પીડન કેસમાં સીબીઆઇએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં ખુલાસો કર્યો છે.

સીબીઆઈએ તે પણ જણાવ્યું કે, મુઝફ્ફરપુરનાં એક સ્મશાનઘાટમાંથી હાડકાંઓની પોટલી મળી આવી છે. જેની ફોરેન્સિક તપાસ રિપોર્ટ હજી આવવાની બાકી છે.

 • Share this:
   ન્યૂઝ 18 ગુજરાતી : બિહારના મુઝફ્ફરપુર શેલ્ટરહોમ ઉત્પીડન કેસમાં સીબીઆઇએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં ખુલાસો કર્યો છે. જેમાં કહ્યું છે કે, શેલ્ટર હોમમાં યૌન ઉત્પિડન મામલે મુખ્ય આરોપી બ્રિજેશ ઠાકુર અને તેના સહયોગીઓએ 11 છોકરીઓની કથિત રીતે હત્યા કરી હોવાની પણ તપાસ થઇ રહી છે. સીબીઆઈએ તે પણ જણાવ્યું કે, મુઝફ્ફરપુરનાં એક સ્મશાનઘાટમાંથી હાડકાંઓની પોટલી મળી આવી છે. જેની ફોરેન્સિક તપાસ રિપોર્ટ હજી આવવાની બાકી છે. તપાસ એજન્સીએ કહ્યું કે એક આરોપી પાસેથી મળેલા સંકેતથી સ્મશાનઘાટમાં એક ખાસ જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું હતું. જ્યાંથી હાકડા પણ મળ્યાં હતાં. નોંધનીય છે કે, મુઝફ્ફરપુર બાલિકાગૃહ કાંડમાં અંદાજીત 34 યુવતીઓની સાથે દુષ્કર્મનો કેસ સામે આવ્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટે બિહાર સરકારને અનેકવાર ફટકાર લગાવી છે. જેમાં તપાસ એજન્સીએ બ્રિજેસ ઠાકુર સાથે 21 લોકો સામે આરોપ નોંધાયો છે.

  આ કેસમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઇ અને ન્યાયમૂર્તિ દીપક ગુપ્તાની બેન્ચે શુક્રવારના રોજ સુનવણી કરી. બેન્ચે કહ્યું કે અરજી પર સીબીઆઈને ઔપચારિક નોટિસ રજૂ કરાશે અને એજન્સી ચાર સપ્તાહની અંદર તેનો જવાબ આપશે. બેન્ચે સંક્ષિપ્ત દલીલો બાદ આ કેસમાં આગળની સુનવણી માટે છ મેની તારીખ નક્કી કરી છે. આ પહેલા અરજીકર્તા નિવેદિતા ઝાએ સીબીઆઈ પર આરોપીઓને બચાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમની દલીલ હતી કે સીબીઆઈએ ન તો આરોપીઓ પર હત્યા જેવા અપરાધની ધારાઓ નોંધી છે કે ન આમાં સામેલ બહારનાં લોકો પર કાર્યવાહી નથી થઇ. સુપ્રીમ કોર્ટએ આ પર સીબીઆઈ પાસેથી જવાબ માંગ્યો હતો.

  ઉલ્લેખનીય છે કે, બિહારના મુઝફ્ફરપુરમાં એક એનજીઓ દ્વારા સંચાલિત આશ્રય ગૃહમાં અનેક યુવતીઓના કથિત રીતે બળાત્કાર અને યૌન ઉત્પિડન કરવામાં આવ્યું હતું અને ટાટા સામાજિક વિજ્ઞાન સંસ્થાના રિપોર્ટ બાદ આ મુદ્દો ઉછળ્યો હતો. આ કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી હતી અને એજન્સીએ ઠાકુર સહિત 21 લોકો વિરૂદ્ધ ચાર્જશીટ ફાઇલ કરી હતી. સીબીઆઇએ કહ્યું કે, તપાસ દરમિયાન, અધિકારીઓ અને રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય અને ન્યુરો સાયન્સ સંસ્થા દ્વારા નોંધાયેલા પીડિતોના નિવેદનમાં 11 યુવતીઓના નામ સામે આવ્યા છે જેઓની આરોપી બ્રજેશ ઠાકુર તથા તેમના સહયોગીઓએ કથિત રીતે હત્યા કરી હતી.
  Published by:Kaushal Pancholi
  First published: