પીએમ મોદીએ લોહિયાના બહાને વિપક્ષ પર સાધ્યું નિશાન, કહ્યું- આ લોકોને પણ છેતરશે

News18 Gujarati
Updated: March 23, 2019, 1:49 PM IST
પીએમ મોદીએ લોહિયાના બહાને વિપક્ષ પર સાધ્યું નિશાન, કહ્યું- આ લોકોને પણ છેતરશે
PM મોદીની ફાઇલ તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવંગત રાજનેતા ડો.રામ મનોહર લોહિયાની જયંતી પર તેમને યાદ કરતા કોંગ્રેસ અને દેશનાં સમાજવાદી દળો પર નિશાન સાધ્યું છે.

  • Share this:
ન્યૂઝ 18 ગૂજરાતી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવંગત રાજનેતા ડો.રામ મનોહર લોહિયાની જયંતી પર તેમને યાદ કરતા કોંગ્રેસ અને દેશનાં સમાજવાદી દળો પર નિશાન સાધ્યું છે. લોહિયાની જયંતી પર પીએમ મોદીએ બ્લોગ લખીને સમાજવાદી દળો પર પ્રહાર કરતા કહ્યું છે કે આજે 130 કરોડ ભારતીયો સામે આ એક સવાલ છે કે જે લોકોએ ડો.લોહિયા સાથે પણ વિશ્વાસઘાત કર્યો છે, તેમની પાસેથી આપણે દેશ સેવાની આશા કઇ રીતે રાખી શકીએ છે? જાહેર છે કે જે લોકોએ ડો. લોહિયાનાં સિંદ્ધાંતો સાથે છળ કર્યું છે. તે લોકો હંમેશાની જેમ જ દેશવાસીઓ સાથે પણ છળ કરી શકે છે.

પીએમ મોદીએ સમાજવાદી પાર્ટી અને આરજેડી જેવા દળો પર વાર કરતા કહ્યું કે, 'દુર્ભાગ્યની વાત છે કે રાજનીતિમાં આજે એવા ઘટનાક્રમ સામે આવી રહ્યાં છે કે જેને જોઇને ડો.લોહિયા પણ વિચલિત, વ્યથિત થઇ જતા. તે દળો ડો.લોહિયાને પોતાનો આદર્શ દાખવતા નથી થાકતા, તેમણે તેમના સિદ્ધાંતોને તિલાંજલિ આપી દીધી છે. ત્યાં સુધી કે આ દળ ડો.લોહિયાને પણ અપમાનિત કરવા માટે કોઇ એક તક પણ નથી છોડતા.'

વડાપ્રધાને કોંગ્રેસ પર પ્રહાર કરતા લખ્યું છે કે, 'જ્યારે પણ ડો.લોહિયા સંસદની અંદર કે બહાર બોલતા હતા, તો કોંગ્રેસમાં તેનો ભય સ્પષ્ટ દેખાતો હતો. દેશ માટે કોંગ્રેસ કેટલી ઘાતક થઇ ગઇ છે, તેને ડો.લોહિયા જાણતા હતાં. 1962માં તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ શાસનમાં કૃષિ હોય કે ઉદ્યોગ કે પછી સેના, કોઇપણ ક્ષેત્રમાં કોઇ સુધાર નથી થયો. '

ઓડિશાનાં એક વરિષ્ઠ સમાજવાદી નેતા સુરેન્દ્રનાથ દ્વિવેદીની એક ટિપ્પણીને ટાંકીને પીએમ મોદીએ લખ્યું, 'ડો. લોહિયા અંગ્રેજોનાં શાસનકાળમાં જેટલીવાર જેલ ગયા તેનાથી વધારે વાર તેમણે કોંગ્રેસની સરકારોએ જેલમાં નાંખ્યો.'

વડાપ્રધાને સાથે જ લખ્યું કે, 'ડો.લોહિયા વંશવાદી રાજનીતિને હંમેશા લોકતંત્ર માટે ઘાતક છે. આજે તે આ જોઇને ઘણાં પરેશાન થતાં કે તેમના અનુયાયી માટે પોતાના પરિવારનાં હિત દેશહિતથી વધારે છે. લોહિયાનાં માનવા પ્રમાણે જે વ્યક્તિ સમતા, સમાનતા અને સમત્વ ભાવથી કાર્ય કરે છે, તે યોગી છે. '
First published: March 23, 2019
વધુ વાંચો
अगली ख़बर