ચાર વિદ્યાર્થીને 'અકુદરતી સંબંધ' બાંધવાની પાડી ફરજ, વીડિયો બનાવી કર્યો વાયરલ

News18 Gujarati
Updated: October 29, 2018, 8:26 AM IST
ચાર વિદ્યાર્થીને 'અકુદરતી સંબંધ' બાંધવાની પાડી ફરજ, વીડિયો બનાવી કર્યો વાયરલ
વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવેલી હેવાનિયત

આરોપીઓએ ચારેય વિદ્યાર્થીઓને ઢોર માર મારીને એકબીજા સાથે અકુદરતી સંબંધ બાંધવાની ફરજ પાડી હતી.

  • Share this:
પટણાઃ બિહારના બગુસરાય જિલ્લામાં ચાર વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરીને તેમને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય(અકુદરતી સેક્સ) કરવાની ફરજ પાડવાના ગુનામાં પોલીસે સાત લોકોની ધરપકડ કરી છે. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. બિહાર પોલીસે રવિવારે આ માહિતી આપી હતી.

પોલીસે જણાવ્યું હતું કે ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં આવતી કુશવાહા હોસ્ટેલના વિદ્યાર્થીઓનું બુધવારે કાલી અસ્થાન ચોક ખાતેથી અપહરણ કરવામાં આવ્યું હતું.

આ વિદ્યાર્થીઓને બગુસરાય ડિવિઝનલ જેલની પાછળ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. બાદમાં તેમને લૂંટી લેવામાં આવ્યા હતા અને એકબીજા સાથે અકુદરતી સેક્સ કરવાની ફરજ પાડવામાં આવી હતી.

આ પણ વાંચોઃ સંબંધો મરી ગયા: બહેન પર ભાઈઓએ 4 વર્ષ સુધી ગુજાર્યો બળાત્કાર

પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ વિદ્યાર્થીઓના અંગૂઠા પર ફાયરિંગ પણ કર્યું હતું. ભોગ બનનારા તમામ વિદ્યાર્થીઓની ઉંમર 18થી 21 વર્ષની છે. આરોપીઓએ તેમને દારૂ પીવાની પણ ફરજ પાડી હતી. આરોપીઓએ આખો દિવસ વિદ્યાર્થીઓ પર આવો અત્યાચાર ગુજાર્યો હતો.

વિદ્યાર્થીઓએ આરોપીઓમાંથી એક યુવકના વોટર પ્લાન્ટમાંથી પાણી ખરીદવાનો ઇન્કાર કર્યો હોવાથી તેમની સાથે આવું કૃત્ય કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
બાદમાં આરોપીઓએ વિદ્યાર્થીઓનો એક વીડિયો બનાવ્યો હતો તેમજ એવી ધમકી આપી હતી કે જો આ અંગે ફરિયાદ કરશે તો વીડિયો વાયરલ કરી દેવામાં આવશે.

જોકે, કોઈ પણ રીતે શનિવારે આ વીડિયો વાયરલ થઈ ગયો હતો. બાદમાં પોલીસે અમુક લોકોની ધરપકડ કરી હતી. ધરપકડ કરવામાં આવનારા લોકોમાં ગોલુ કુમાર, અજય કુમાર, વિનોદ કુમાર, રાજા કુમાર, રોહિત કુમાર, ગણેશ કુમાર અને રાહુલ કુમારનો સમાવેશ થાય છે.

ગોલુ કુમારની ગુરવારે જ ધરપકડ કરવામાં આવી હતી. ગોલુ કુમાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ધરાવે છે. બાકીના છ લોકોની શનિવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી.
First published: October 29, 2018, 8:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading