Home /News /india /

એર સ્ટ્રાઇકમાં જૈશની ચાર બિલ્ડીંગો થઇ નષ્ટ, રડાર ઇમેજરીએ કર્યું કન્ફર્મ : રિપોર્ટ

એર સ્ટ્રાઇકમાં જૈશની ચાર બિલ્ડીંગો થઇ નષ્ટ, રડાર ઇમેજરીએ કર્યું કન્ફર્મ : રિપોર્ટ

ભારતની એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાને સ્વીકાર કર્યું કે બાલાકોટમાં હુમલો થયો પરંતુ તેનાથી કોઇપણ પ્રકારનું નુકસાન નથી થયું

ભારતની એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાને સ્વીકાર કર્યું કે બાલાકોટમાં હુમલો થયો પરંતુ તેનાથી કોઇપણ પ્રકારનું નુકસાન નથી થયું

  ન્યૂઝ 18 ગુજરાતી : ભારતની એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાને સ્વીકાર કર્યું કે બાલાકોટમાં હુમલો થયો પરંતુ તેનાથી કોઇપણ પ્રકારનું નુકસાન નથી થયું. પાકિસ્તાને દાવો કર્યો છે કે તે ઘટનાસ્થળ પર આંતરરાષ્ટ્રીય મીડિયાને લઇ જશે.

  આ આખા ઘટનાક્રમ પર એક અધિકારીએ કહ્યું કે, 'સ્ટ્રાઇક પછી પાકિસ્તાની સેનાએ મદરેસાને કેમ સીલ કરી? પત્રકારોને મદરેસામાં જવાની અનુમતિ કેમ ન આપવામાં આવી? અંગ્રેજી સમાચાર પત્ર ઇન્ડિયન એક્સપ્રેસે પોતાનાં રિપોર્ટમાં એસએઆર ઇમેજરીમાં મળેલી તસવીરો જોતા કહ્યું કે બિલ્ડીંગનો ગેસ્ટ હાઉસ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. જ્યાં મૌલાના મસૂદ અઝહરનો ભાઇ રહેતો હતો. એક એલ આકારનાં બિલ્ડીંગમાં જ્યાં ટ્રેનર્સ રહેતા હતાં.'

  આ રિપોર્ટ પ્રમાણે એક અધિકારીએ જણાવ્યું કે, 'બે માળની એક બિલ્ડીંગ મદરેસામાં આવનારા વિદ્યાર્થીઓ માટે થતી હતી જ્યારે અન્ય એક બિલ્‍ડીંગ લડાકૂ ટ્રેનિંગ માટે થતી હતી. ત્યાં હુમલો કરવામાં આવ્યો. રિપોર્ટ પ્રમાણે અધિકારીએ દાવો કર્યો છે કે, 'આ બિલ્ડીંગો પર બોમ્બ નાંખવામાં આવ્યાં હતાં.'


  આ પણ વાંચો:  F-16 ક્રેશ થતાં પોતાની જમીન પર ઉતર્યો હતો પાક. પાયલટ, ભીડે ભારતીય સમજીને ઉતાર્યો મોતને ઘાટ

  અધિકારીએ તે પણ કહ્યું કે, 'આ રાજનૈતિક નેતૃત્વને નક્કી કરવાનું છે કે શું તેઓ આ રિપોર્ટ જાહેર કરવા માંગે છે કે નહીં. SAR ઇમેજરી ઉપગ્રહ ચિત્રોની જેમ સ્પષ્ટ નથી અને વાદળોને કારણે અમે મંગળવારે સારી તસવીર નથી મળી શકતી.'

  અધિકારીએ ક્હયું કે, 'મદરેસાની પસંદગી સાવધાનીથી કરવામાં આવી હતી. કારણ કે અહીંયા કોઇપણ નાગરિકને ઇજા પહોંચી શકે તેમ ન હતું. આઈએએફને અપાયેલ ગુપ્ત જાણકારી સટીક અને સમય પર જ હતી.'


  તેમણે તે પણ કહ્યું કે બિલ્ડીંગોમાં ભારતીય વાયુસેનાએ ઇઝરાયેલી બોમ્બથી નિશાનો તાક્યો હતો. આ ઇમારતમાં ગયા પછી જ આ બોમ્બ ફુટે છે. એક સૈન્ય અધિકારીએ જણાવ્યું કે S-2000 વધારે સટીક, જૈમર-પ્રૂફ બમ છે જે ઘણાં વાદળો હોય તો પણ કામ કરે છે. આ બોમ્બ પહેલા છતથી અંદર જાય છે અને પછી થોડા જ સમયમાં વિસ્ફોટ થાય છે. આ કમાન્ડ અને કંટ્રોલ રૂમને નિશાનો બનાવવા માટે છે. આનાથી બિલ્ડીંગ નષ્ટ નથી થતી. સોફ્ટવેરને છતનાં પ્રકારની સાથે પ્રોગ્રામ કરવામાં આવે છે, જેમાં ક્ષેત્રફળ, નિર્માણની સામગ્રી વગેરે સામેલ છે.

  આ પણ વાંચો: પુલવામા હુમલામાં જૈશ-એ-મોહમ્મદનો હાથ જ નથી, પાકિસ્તાને નકારી આખી વાત

  સરકારી અધિકારીએ કહ્યું કે, 'આ બિલ્ડીંગ લોખંડના પતરાનાં છાપરાથી (CGI sheets) બનેલી હતી . SAR ઇમેજરીથી ખબર પડે છે કે પહેલા દિવસથી આ છતો ગાયબ હતી. તેમણે કહ્યું કે બે દિવસ પછી સીજીઆઈ છતોનું સમારકામ કરવામાં આવ્યું. જેનાથી કોઇ કળી જ ન શકે કે અહીં કશું થયું હશે.'

  અધિકારીએ કહ્યું કે, ' આખી આ જગ્યાને પાકિસ્તાની સેનાએ સીલ કરી દીધી હતી. અમને કોઇપણ વિશ્વસનીય ગુપ્ત જાણકારી નથી મળી અને હવાઇ હુમલામાં મરાયેલા આતંકવાદીઓનાં આંકડા પણ માત્ર અંદાજો છે.'
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Air attack, Balakot, Indian Air Force, Jaish e Mohammad, પાકિસ્તાન, પુલવામા

  આગામી સમાચાર