Ayodhya case Verdict : સુપ્રીમ કોર્ટનાં નિર્ણય બાદ પણ બે કાનૂની વિકલ્પ હજી ખુલ્લા

સુપ્રીમ કોર્ટ ભલે આ નિર્ણયને અંતિમ માને પરંતુ બંન્ને પક્ષ પાસે કાનૂની વિકલ્પ હજી ખુલ્લા છે.

News18 Gujarati
Updated: November 9, 2019, 1:21 PM IST
Ayodhya case Verdict : સુપ્રીમ કોર્ટનાં નિર્ણય બાદ પણ બે કાનૂની વિકલ્પ હજી ખુલ્લા
સુપ્રીમ કોર્ટ ભલે આ નિર્ણયને અંતિમ માને પરંતુ બંન્ને પક્ષ પાસે કાનૂની વિકલ્પ હજી ખુલ્લા છે.
News18 Gujarati
Updated: November 9, 2019, 1:21 PM IST
ન્યૂઝ18 ગુજરાતી : સુપ્રીમ કોર્ટે (Supreme Court) શનિવારે અયોધ્યા વિવાદ (Ayodhya Land Dispute) મામલામાં પોતાનો નિર્ણય (verdict) સંભળાવી દીધો છે. સપ્ટેમ્બર 2010માં અલ્હાબાદ હાઇકોર્ટનાં (Allahabad High Court) નિર્ણયનાં 9 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય આવ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટ ભલે આ નિર્ણયને અંતિમ માને પરંતુ બંન્ને પક્ષ પાસે કાનૂની વિકલ્પ હજી ખુલ્લા છે.

સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી નિર્ણય બાદ 30 દિવસની અંદર ફરીથી વિચાર અરજી એટલે રિવ્યૂ પિટિશન દાખલ થઇ શકે છે. આ બાદ ક્યૂરેટિવ પિટિશન પણ દાખલ કરવામાં આવી શકે છે. ક્યૂરેટિવ પિટિશન દાખલ કરવા માટે પણ 30 દિવસનો સમય મળે છે. નિર્ણય પર પુનવિચારની અરજી કરનારી પાર્ટીને એ સાબિત કરવાનું હશે કે, આ નિર્ણયમાં કઇ ત્રુટી છે. પુનવિચાર યાચિકા દરમિયાન પહેલા કરેલા નિર્ણયો અને રેકોર્ડ્સ પર જ વિચાર કરવામાં આવે છે.

આ પણ વાંચો : જાણો કોણ છે 5 જજ, જે દેશનાં સૌથી મોટા કેસનો ઐતિહાસિક ચુકાદો સંભળાવશે

જણાવીએ કે, રિવ્યુ પિટિશન દરમિયાન અપાયેલ નિર્ણય પર પણ જો કોઇ પક્ષને નારાજગી હોય તો તેઓ ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી શકે છે. આ અરજીમાં સુનાવણી દરમિયાન પણ કોઇપણ તથ્ય પર વિચાર કરવામાં આવતો નથી પરંતુ કાનૂની પહેલુઓ પર જ વિચાર કરવામાં આવે છે.

આ પણ વાંચો : Ayodhya Verdict : સુન્ની વકફ બોર્ડને અયોધ્યામાં જ 5 એકર જમીન મળશે

ક્યૂરેટિવ પિટિશન પર કઇ રીતે થાય છે સુનાવણી
Loading...

કાનૂનનાં જાણકારો પ્રમાણે ક્યૂરેટિવ પિટિશનનો અર્થ મોટી પીઠની સુનાવણીથી છે. ક્યૂરેટિવ પિટિશનનાં મામલામાં ત્રણ વરિષ્ઠ જજ મામલાની સુનાવણી કરે છે. પરંતુ તેમની સાથે નિર્ણય આપનાર જજ પણ સામેલ હોય છે. ક્યૂરેટિવ અરજી દરમિયાન ત્રણ વરિષ્ઠ જજ અને ત્રણ અન્ય જજને મળીને 6 જજ મામલાની સુનાવણી કરે છે.
First published: November 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...