ઓરિસ્સાના મુખ્યમંત્રી અને બીજુ જનતા દળ (બીજેડી)ના અધ્યક્ષ નવીન પટનાયકે લોકસભા ચૂંટણી પહેલા એક મોટી જાહેરાત કરી છે. એક રેલી દરમિયાન સીએમ પટનાયકે કહ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટી મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં 33% અનામત આપશે. ઉલ્લેખનીય છે કે પટનાયકે આ પહેલા સંસદ અને વિધાનસભામાં મહિલાઓને અનામત આપવાની ભલામણ કરી હતી.
પટનાયકે કેન્દ્રપાડામાં એક ચૂંટણી જનસભાને સંબોધિત કરતા આ જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે જાહેરાત કરી હતી કે બીજેડી આગામી લોકસભા ચૂંટણીમાં ટિકિટ વહેંચણીમાં મહિલાઓને 33% અનામત આપશે. તેમણે પછી પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે મને આજે કેન્દ્રપાડા આવીને ઘણી ખુશી થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે પટનાયકે આ પહેલા રાજ્ય વિધાનસભામાં સંસદ અને વિધાનસભામાં મહિલાઓને 33% અનામત આપવાનો પ્રસ્તાવ રાખી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે ઓરિસ્સાને લઈને આ સમર્પણ બતાવે છે કે અહીં મહિલાઓ સશક્ત છે અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપી રહી છે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે રવિવારે સાંજે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. આ દરમિયાન લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવશે. લોકસભા ચૂંટણી સાથે ઓરિસ્સામાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર