લોકોએ ના માની ઇમરાનની સલાહ, LoC તરફ આગળ વધી રહ્યા છે પ્રદર્શનકારીઓ

News18 Gujarati
Updated: October 6, 2019, 8:08 PM IST
લોકોએ ના માની ઇમરાનની સલાહ, LoC તરફ આગળ વધી રહ્યા છે પ્રદર્શનકારીઓ
લોકોએ ના માની ઇમરાનની સલાહ, LoC તરફ આગળ વધી રહ્યા છે પ્રદર્શનકારીઓ

ઇમરાન ખાને પ્રદર્શનકારીઓને ચેતવ્યા છે કે તે કાશ્મીરી લોકોની માનવીય સહાયતા કે સમર્થન માટે નિયંત્રણ રેખા તરફ ના જાય

  • Share this:
પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર(Pakistan Occupied Kashmir)માંથી મોટી સંખ્યામાં લોકો રવિવારે નિયંત્રણ રેખા (Line of Control) તરફ આગળ વધી રહ્યા છે. પ્રદર્શનકારી જમ્મુ કાશ્મીર(Jammu Kashmir)ને વિશેષ રાજ્યનો દરજ્જો આપનાર આર્ટિકલ 370(Article 370)ના હટાવવાનો વિરોધ કરી રહ્યા છે.

પાકિસ્તાનના (Pakistan) પ્રધાનમંત્રી ઇમરાન ખાને (PM Imran Khan) પ્રદર્શનકારીઓને ચેતવ્યા છે કે તે કાશ્મીરી લોકોની માનવીય સહાયતા કે સમર્થન માટે નિયંત્રણ રેખા તરફ ના જાય. આમ કરવા પર તમે ભારત તફરથી ફેલાયેલ જાળમાં ફસાશો.

પ્રદર્શન કરનારાઓમાં મોટા ભાગના યુવાઓ છે. આ માર્ચનું આયોજન જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટે (Jammu Kashmir Liberation Front) કર્યું છે. પ્રદર્શનકારી પીઓકે (PoK)ની રાજધાની મુજફ્ફરાબાદ(Muzaffarabad)થી શનિવારે ગઢી દુપટ્ટા પહોંચી ગયા છે અને તે રાત ત્યાં રોકાયા હતા. આ પછી તે મુજફ્ફરાબાદ-શ્રીનગર રાજમાર્ગમાં આગળ વધી રહ્યા છે.

આ પણ વાંચો - ફારુક અને ઉમર અબ્દુલ્લા સાથે બે મહિના પછી નેશનલ કૉન્ફરન્સના નેતાઓ મળી શકશે

જેકેએલએફના એક સ્થાનિક નેતાએ મીડિયાને જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાનના સંયુક્ત રાષ્ટ્ર સેન્ય પર્યવેક્ષક સમૂહે તેમનો સંપર્ક કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રને તેમણે અપીલ કરી છે કે તે ભારત અને પાકિસ્તાનને પ્રદર્શનકારીઓ સામે બળ પ્રયોગ નહીં કરવા માટે મનાવે.

સૂત્રોએ જણાવ્યું છે કે પ્રદર્શનકારીઓએ નિયંત્રણ રેખા પાર કરવાની જાહેરાત કરી છે. એવી સંભાવના છે કે ચકોઠી પહોંચ્યા પછી પ્રશાસન તેમને રોકશે. આ દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરૈશીએ (Shah Mehmood Qureshi) અમેરિકાના (America)સીનેટર ક્રિસ વાન હોલેનને અપીલ કરી છે કે તે જમીની હકીકત જોવા માટે સરહદની બંને તરફ જાય.
First published: October 6, 2019
વધુ વાંચો
अगली ख़बर