Home /News /india /

સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું, 'અમે તોડી હતી બાબરી મસ્જિદ, હવે બનાવીશું રામ મંદિર'

સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું, 'અમે તોડી હતી બાબરી મસ્જિદ, હવે બનાવીશું રામ મંદિર'

ફાઇલ તસવીર

'તેઓ માત્ર બાબરી મસ્જિદની પર ચઢ્યા જ નહોતા પરંતુ તેને તોડવામાં પણ મદદ કરી હતી.'

  ન્યૂઝ 18 ગુજરાતી: આતંકી હુમલામાં શહીદ થયેલા હેમંત કરકરે અંગે આપત્તિજનક ટિપ્પણી કરનારા ભારતીય જનતા પાર્ટીની લોકસભાનાં ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે હવે બાબરી મસ્જિદ પર પણ નિવેદન આપ્યું છે. સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે બાબરી મસ્ઝિદને તોડી તેની પર તેમને જરાપણ અફસોસ નથી પરંતુ ગર્વ થાય છે.

  મધ્યપ્રદેશની ભોપાલ લોકસભા બેઠક પરથી બીજેપી ટિકિટ પર કોંગ્રેસનાં દિગ્વિજયસિંહની સામે ચૂંટણી લડી રહેલા સાધ્વી પ્રજ્ઞા પર આતંકનાં ગંભીર ગુના લાગેલા છે. જે માટે તેમણે ઘણાં વર્ષો જેલમાં પણ ગાળ્યાં છે. ભાજપે સાધ્વીને ટિકિટ આપતા અનેક વિવાદો સામે આવ્યાં છે.

  સાધ્વી એ હવે કહ્યું છે કે, 'તેઓ માત્ર બાબરી મસ્જિદની પર ચઢ્યા જ નહોતા પરંતુ તેને તોડવામાં પણ મદદ કરી હતી.' ચૂંટણી પંચે પણ તરત એકશન લેતા સાધ્વી પ્રજ્ઞાને ચૂંટણી સંહિતાનું ઉલ્લંઘન કરવા માટે નોટિસ ફટકારી છે. ભોપાલ જિલ્લાની ઇલેક્શન ઓફિસરે પણ નોટિસ ફટકારી છે અને સાધ્વીને એક દિવસમાં આ નિવેદન પર સ્પષ્ટતા આપવા કહ્યું છે.

  મધ્યપ્રદેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર લી એલ કાંતા રાવએ ચેતવણી આપતા તમામ રાજકીય પક્ષોને એક સલાહ પણ આપી છે. તેમણે કહ્યું કે વારંવાર ચૂંટણી અને આચાર સંહિતાનો ઉપયોગ અનો ઉપયોગના મોડલ કોડનું ઉલ્લંઘન અને અપમાનજનક ભાષાનો પ્રયોગ કરવાના લીધે મોટી કાર્યવાહી થઇ શકે છે.

  આ પણ  વાંચો : 'ભગવા આતંકવાદ'ના જન્મદાતા વિરુદ્ધ સાધ્વી પ્રજ્ઞાને ઉતારાશે: અમિત શાહ

  સાધ્વી પ્રજ્ઞાએ શનિવારના રોજ ભોપાલમાં કેમ્પેઇન દરમિયાન બાબરી મસ્જિદને લઇ આ ટિપ્પણી કરી હતી. તેના લીધે એક વખત ફરીથી મસ્જિદ વિધ્વંસની ઘટનાની યાદ તાજા થઇ છે. સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે રામ મંદિર ચોક્કસ બનાવાશે. આ એક ભવ્ય મંદિર હશે. આ પૂછવા પર કે શું તેઓ રામ મંદિર બનાવા માટેની સમય મર્યાદા જણાવી શકે છે, તો પ્રજ્ઞાએ કહ્યું કે અમે મંદિરનું નિર્માણ કરીશું.

  આ પણ  વાંચો : PMએ કહ્યું- સાધ્વી પ્રજ્ઞાને લોકસભાની ટિકિટ આપવી યોગ્ય, રાહુલ-સોનિયા પણ છે જામીન પર બહાર

  અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992ને બાબરી મસ્ઝિદને તોડવા અંગે તમને કોઇ અફસોસ છે આ સવાલ પર સાધ્વી પ્રજ્ઞા સિંહે કહ્યું, 'મસ્જિદનો ઢાંચો તોડવાનો કોઇ અફસોસ નથી. તેની પર અમને ગર્વ છે. રામનાં મંદિર પર અપશિષ્ટ પદાર્થ હતા, તે અમે હટાવી દીધા છે. આનાથી આપણા દેશનું સ્વાભિમાન જાગ્યું છે અને આપણે ભવ્ય રામ મંદિર બનાવીશું.'

  આ પણ  વાંચો : સિદ્ધુને ચૂંટણી પંચની નોટિસ, 24 કલાકમાં ખુલાસો કરવા આદેશ

  મહત્વનું છે કે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે તાજેતરમાં જ 26/11 મુંબઇ હુમલાનો ઉલ્લેખ કર્યો તે દરમ્યાન મુંબઇના તત્કાલીન એટીએસ ચીફ હેમંત કરકરે પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. મીડિયા સાથે વાતચીતમાં તેમણે કહ્યું હતું કે તેમણે કરકરેને કહ્યું હતું કે તમારું સર્વનાથ થશે. ત્યારબાદ પ્રજ્ઞાની ટિપ્પણી પર ખૂબ વિવાદ થયો.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Babri Masjid, Hemant Karkare, Lok sabha election 2019, Uttarpradesh, રામ મંદિર, સાધ્વી પ્રજ્ઞા

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन