ગંગાની સ્વચ્છતા માટે 112 દિવસથી ઉપવાસ પર રહેલા 87 વર્ષના સ્વામી સાનંદનું નિધન

સ્વામી સાનંદ છેલ્લા 112 દિવસોથી ગંગાની રક્ષા માટે અને પોતાની માંગણીઓને લઈને હરિદ્વારના માતૃ સદન આશ્રમમાં ઉપવાસ કરી રહ્યા હતા

News18 Gujarati
Updated: October 11, 2018, 7:37 PM IST
ગંગાની સ્વચ્છતા માટે 112 દિવસથી ઉપવાસ પર રહેલા 87 વર્ષના સ્વામી સાનંદનું નિધન
ગંગાની સ્વચ્છતા માટે 112 દિવસથી ઉપવાસ પર રહેલા 87 વર્ષના સ્વામી સાનંદનું નિધન
News18 Gujarati
Updated: October 11, 2018, 7:37 PM IST
ગંગાની રક્ષા માટે વધુ એક સંતે પોતાનું બલિદાન આપ્યું છે. વૈજ્ઞાનિકથી સંત બનેલા અનશનરત સ્વામી જ્ઞાન સ્વરૂપ સાનંદનું ગુરુવારે ઋષિકેશની એમ્સ હોસ્પિટલમાં નિધન થયું હતું. સ્વામી સાનંદ છેલ્લા 112 દિવસોથી ગંગાની રક્ષા માટે અને પોતાની માંગણીઓને લઈને હરિદ્વારના માતૃ સદન આશ્રમમાં ઉપવાસ કરી રહ્યા હતા. તેમની બગડી રહેલી તબિયતને જોતા બુધવારે તેમને પ્રશાસને જબરજસ્તી ઉપવાસમાંથી ઉઠાડી ઋષિકેશની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સ્વામી જ્ઞાન સ્વરૂપ સાનંદે એમ્સમાં જ ગુરુવારે સવારે 6.45 કલાકે હસ્તલિખિત પ્રેસ નિવેદન જાહેર કર્યું હતું. જેમાં તેમણે પોતાના ઉપવાસ યથાવત્ રાખવા માટે એમ્સના ડોક્ટરો દ્વારા સહયોગકરતા તેમનો આભાર માન્યો હતો.

સ્વામી જ્ઞાન સ્વરૂપ સાનંદે લખ્યું હતું કે ડોક્ટરોએ તેમને કહ્યું હતું કે તેમની સામે જીવન બચાવવા માટે ફોર્સ ફીડિંગનો એકમાત્ર વિકલ્પ છે. ડોક્ટરોની સલાહ પર સાનંદે 500 એમએલ તરલ એર ડ્રિપ દ્વારા લેવા પર સહમતિ આપી હતી.

ગંગાની સ્વચ્છતા જાળવી રાખવા માટે પોતાની માંગણીને લઈને કાનપુર આઈઆઈટીના પૂર્વ પ્રોફેસર જીડી અગ્રવાલ ઉર્ફે સ્વામી જ્ઞાન સ્વરૂપ સાનંદ હરિદ્વારના માતૃ સદન આશ્રમમાં 22 જૂનથી ઉપવાસ પર હતા. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી, સાંસદોએ આવીને તેમને ઉપવાસ ખતમ કરવા વિનંતી કરી હતી પણ સ્વામી ગંગા માટે સંસદમાં કાયદો બનાવવા સુધી ઉપવાસ ખતમ કરવા તૈયાર ન હતા.

સ્વામી સાનંદના નિધનથી માતૃ સદનના સ્વામી શિવાનંદ સ્વામી ગુસ્સે ભરાયા હતા. તેમણે સાનંદની હત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે હરિદ્વારના અધિકારી અને એમ્સના નિર્દેશક સ્વામીની હત્યા માટે જવાબદાર છે.
First published: October 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...